Site icon Revoi.in

બાંગ્લાદેશમાં ભારત-PM મોદી વિરુદ્વ થયેલા દેખાવો પાછળ પાકિસ્તાનનું એન્ગલ સામે આવ્યું: અહેવાલ

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ બાદ ત્યાં જે હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે તેમાં હવે પાકિસ્તાનનું એન્ગલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક અહેવાલ અનુસાર બાંગ્લાદેશમાં ભારત અને પીએમ મોદીના વિરોધમાં જે હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે તેના પાછળ પાકિસ્તાનનો હાથ છે. કટ્ટરપંથીઓને ફંડિગ આપવાની સાથોસાથ પાકિસ્તાન તેમની દરેક પ્રકારની મદદ કરી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

આપને જણાવી દઇએ કે પીએમ મોદી ગત મહિને બાંગ્લાદેશના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અને બાંગ્લાદેશના ફાધર ઑફ ધ નેશન શેખ મુજીબુર રહમાનના જન્મદિવસે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશ ગયા હતા. પીએમ મોદીના આ પ્રવાસ બાદ બાંગ્લાદેશના વિવિધ સ્થળે હિંસક અથડામણો થઇ રહી છે. સૂત્રો અનુસાર જમાત અને બીએનપીના લોકો આવી હિંસક અથડામણોને અંજામ આપી રહ્યા છે અને તેના પાછળ પાકિસ્તાની એન્ગલ જણાઇ રહ્યું છે.

બાંગ્લાદેશની પાર્લામેન્ટે પણ આ અંગે એક ટ્વીટ કરી હતી જેમાં કટ્ટરપંથી સંગઠન હિફાજત-એ-ઈસ્લામ અને પાકિસ્તાન હાઈ કમિશન વચ્ચેના સંબંધનો ઉલ્લેખ છે.

બાંગ્લાદેશની પાર્લામેન્ટે લખ્યું હતું કે, ‘પાકિસ્તાન હાઈ કમિશન ઢાકા હિફાજત-એ-ઈસ્લામને ફંડ આપી રહ્યું છે જેથી ભારત અને વડાપ્રધાન મોદી વિરૂદ્ધ પ્રદર્શન કરી શકાય. અમે સેક્યુલર અને લોકતાંત્રિક દેશ છીએ, જે આ કૃત્યની નિંદા કરીએ છીએ.’ જો કે, બાદમાં આ ટ્વીટ ડીલિટ થઈ ગઈ હતી અને નવી ટ્વીટમાં બાંગ્લાદેશ પાર્લામેન્ટે પાકિસ્તાનનું કૃત્ય શરમજનક છે તેમ લખ્યું હતું.

(સંકેત)