- અશરફ ગની પરિવાર સાથે અબુધાબીમાં છે
- UAEના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી
- માનવતાના આધાર પર યૂએઇ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના પરિવારનું સ્વાગત કરે છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પોતોન દેશ છોડીને ભાગી ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના પરિવાર સાથે અબુધાબીમાં છે. સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, માનવતાના આધાર પર યૂએઇ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના પરિવારનું સ્વાગત કરે છે.
સંયુક્ત અરબ અમીરાતે કહ્યું કે, તેણે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના પરિવારને માનવીય આધાર પર સ્વીકાર કરી લીધા છે.
આપને જણાવી દઇએ કે કાબુલની નજીક પહોંચતા પહેલા ગની દેશ છોડી ભાગી ગયા હતા. યૂએઇની સરકારી સમાચાર સમિતિ WAMએ બુધવારે પોતાની એક ખબરમાં આ જાણકારી આપી છે. પરંતુ તેણે જણાવ્યું નથી કે ગની દેશમાં કઇ જગ્યાએ છે.
તો પૂર્વી શહેર જલાલાબાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર તાલિબાનની હિંસક કાર્યવાગીમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 6 ડેટલા લોકોને ઈજા પહોંચી છે. અફઘાનિસ્તાનના એક સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી આપી છે.
બુધવારે અનેક લોકોએ અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને તાલિબાનના ઝંડાને ઉતારી દીધો હતો.