- ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં ઉંદરોનો ભયંકર ત્રાસ
- ઉંદરોની વસ્તીની નિયંત્રણમાં લાવવા અને તેનો ખાતમો બોલાવવા પ્રશાસનનો નિર્ણય
- પ્રશાસને ભારતથી 5000 લીટર પ્રતિબંધિત ઝેર મંગાવ્યું
નવી દિલ્હી: વિશ્વના કેટલાક એવા દેશો છે જ્યાં ઉંદરોની વસતી ખૂબ વધુ છે અને ઉંદરોની વધુ વસતીને કારણે તે વ્યાપકપણે નુકસાન નોતરે છે. ઓસ્ટ્રેલિયામાં પણ ઉંદરોનો ખૂબ જ ત્રાસ વર્તાઇ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્થ સ્ટેટમાં ઉંદરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. જે ખેતીના પાક સહિત હવે ઘરોમાં પણ મોટાપાયે નુકસાન કરી રહ્યા છે. અહીં સુધી કે વીજળીના તાર કાતરવાના કારણે અહીં આગના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. એવામાં રાજ્ય પ્રશાસને ઉંદરોના ખાતમો બોલાવવા માટે અને તેની વસ્તીને કાબૂમાં રાખવા માટે યોજના બનાવી છે.
રાજ્યના કૃષિ મંત્રી એડમ માર્શલ અનુસાર, રાજ્ય એક એવા તબક્કા પર આવી ગયું છે જ્યાં ઉંદરોની સંખ્યા નિયંત્રિત નહીં કરવામાં આવે તો તે ગ્રામીણ અને ક્ષેત્રીય ન્યૂ સાઉથ વેલ્સમાં આર્થિક અને સામાજીક સંકટની ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે. ઉંદરો અહીં પાણીની ટાંકીઓનું પાણી મળમૂત્રથી પ્રદૂષિતકરી રહ્યા છે અને તેને કારણે લોકો બીમાર પડી રહ્યા છે.
ન્યૂ સાઉથ વેલ્સના પ્રશાસને હવે આ સમસ્યાના નિરાકરણ માટે ભારત પાસેથી 5000 લીટર પ્રતિબંધિત ઝેર બ્રોમૈડિઓલોન મંગાવાવનો ઓર્ડર આપ્યો છે. જો કે ખેતીની જમીન પર પ્રશાસન દ્વારા તેના ઉપયોગને મંજૂરી નથી.
નોંધનીય છે કે, રાજ્યમાં ઉંદરોનો પ્રકોપ એ હદ સુધી વધ્યો છે કે, ઉંદરો ખેતી સહિત ઘરોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. અહીં એક પરિવાર ઘરમાં આગ લાગવા પાછળ ઉંદરો દ્વારા તાર કાતરી નાં ખવાની ફરિયાદ નોંધાવી હતી. અહીંના મોટાભાગના ખેડૂતો પણ ઉંદરોથી ત્રાહિમામ પોકારી ગયા છે.