- ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉનનું નવું ફરમાન
- ઉત્તર કોરિયામાં વિદેશી ફિલ્મ જોતા કોઇ પકડાશે તો તેને મૃત્યુદંડની સજા થશે
- તે ઉપરાંત જીન્સ પહેરેશે તો પણ થશે મોતની સજા
નવી દિલ્હી: ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના તાનાશાહીભર્યા નિર્ણયોને કારણે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે. કિમ જોંગ ઉને હવે ફરીથી પોતાની તાનાશાહીનો પરચો આપ્યો છે અને તાજેતરમાં નવું ફરમાન કર્યું છે કે, ઉત્તર કોરિયાનો કોઇ નાગરિક જો વિદેશી ફિલ્મો જોશે કે વિદેશી કપડાં પહેરશે તો તેને મૃત્યુદંડની સજા ફટકારાશે.
કિમ જોંગ ઉને વધુમાં એવો પણ આદેશ આપ્યો છે કે જો કોઇ પાસેથી અમેરિકી, જાપાની કે દક્ષિણ કોરિયાના વીડિયો મળશે તો તેને પણ મૃત્યુની સજા સંભળાવવામાં આવશે. કિમ જોંગ ઉને તેને લઇને તાજેતરમાં સરકારી મીડિયાને એક પત્ર લખ્યો હતો.
આ પત્ર દ્વારા યુવાનોને વિનંતી કરાઇ છે કે તેઓ યુવાનોમાં અપ્રિય, વ્યક્તિવાદી, સમાજવિરોધી વર્તન વિરુદ્વ અભિયાન છેડે. બીજી તરફ દક્ષિણ કોરિયાના લોકો અનુસાર તાનાશાહ કિમ જોંગ ઉન વિદેશી ભાષણો, હેરસ્ટાઇલ અને કપડાંઓને ઝેર માને છે. તેમના મતે તાનાશાહ કિમ જોંગ ઉન નથી ઇચ્છતા કે તેમના નાગરિકો દક્ષિણ કોરિયાની ઠાઠમાઠવાળી ટીવી સિરિયલ અને ફિલ્મો જુએ. કિમ જોંગ ઉન યુવાવર્ગમાં ભય અને ડર પેદા કરીને તેમના સપના નષ્ટ કરવા માંગે છે.
આ નવા કાયદા પ્રમાણે જો કર્મચારી દોષી ઠેરવાય તો ફેક્ટરીના માલિકને સજા મળશે. જો કોઈ બાળક વિદેશી કપડા પહેરે કે વિદેશી હેર સ્ટાઈલ અપનાવે તો તેના માતા-પિતાને સજા આપવામાં આવશે. આ તરફ ઉત્તર કોરિયાના લોકો જાણવા માંગે છે કે બહારની દુનિયા કેવી દેખાય છે અને ત્યાં શું ચાલી રહ્યું છે.