- બાંગ્લાદેશે ઇઝરાયલને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
- ઇઝરાયલ પ્રત્યેની અમારી નીતિ પહેલાની જેમ જ રહેશે
- તેઓ ઇઝરાયલ સાથેના સંબંધો સ્થાપિત કરવા નથી જઇ રહ્યા
નવી દિલ્હી: બાંગ્લાદેશના પાસપોર્ટમાં હંમેશા એક વાક્ય લખેલું રહેતું કે, ઇઝરાયલને છોડીને. જો કે બાંગ્લાદેશ સરકારે 22મેના રોજ પોતાના પાસપોર્ટ પરથી આ વાક્ય દૂર કર્યું ત્યારે એવું લાગ્યું હતું કે બાંગ્લાદેશ સરકારના ઇઝરાયલ પ્રત્યેના વલણમાં ફેરફાર થયો છે જો કે હવે બાંગ્લાદેશે ઇઝરાયલ પ્રત્યેના પોતાના વલણને લઇને સ્પષ્ટતા કરી દીધી છે.
બાંગ્લાદેશ સરકારે નિવેદન બહાર પાડીને ઇઝરાયલ પ્રત્યેના વલણ અંગે જણાવ્યું હતું કે, ઇઝરાયલને લઇને તેની નીતિમાં, તેના વલણમાં કોઇ ફેરફાર નથી આવ્યો. તે હજું પણ ઇઝરાયલને માન્યતા નથી આપતું અને યાત્રા પ્રતિબંધ લાગુ રહેશે. બાંગ્લાદેશે પોતાના પાસપોર્ટ પરથી ઇઝારયલ છોડીને વાક્ય દૂર કરવાનો નિર્ણય 6 મહિના પહેલા જ લઇ લીધો હતો જ્યારે તેમણે ઇ-પાસપોર્ટ લોન્ચ કર્યો હતો.
બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉક્ટર એકે અબ્દુલ મોમેને કહ્યું હતું કે, આ વાક્ય હટાવવાની કામગીરી તેમના પાસપોર્ટના સ્ટાન્ડર્ડાઇઝેશન માટે હતી. ઇઝરાયલને લઇને તેમની વિદેશ નીતિ પહેલા જેવી જ રહેશે. તેઓ ઇઝરાયલ સાથેના સંબંધો સ્થાપિત કરવા નથી જઇ રહ્યા. સાથે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ પેલેસ્ટાઇનના લોકોના સંઘર્ષનું સમર્થન કરે છે અને ટુ સ્ટેટ સોલ્યુશનનું પણ સમર્થન કરે છે.