Site icon Revoi.in

હવે પાકિસ્તાન-ચીન નહીં પરંતુ આ દેશ ભારત વિરુદ્વ સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યું, આ છે કારણ

Social Share

નવી દિલ્હી: હવે બાંગ્લાદેશ ભારત વિરુદ્વ પડ્યું છે. બાંગ્લાદેશે સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી છે કે બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં સમુદ્રી સીમાને લઇને ભારતની સાથે દાયકા જૂના વિવાદને ઉકેલવામાં આવે.

વિદેશ મંત્રાલયના સૂત્રો અનુસાર UNના મુખ્યાલયમાં બાંગ્લાદેશના એક સ્થાયી કમિશને ભારતની વિરુદ્વ UNના મહાસચિવને 2 અપીલ કરી છે. બાંગ્લાદેશના પૂર્વ વિદેશ સચિવ શાહિદૂલ હકે કહ્યું કે, બે દેશોની વચ્ચે વર્ષોથી વણઉકેલાયલો વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દા પર બંને દેશોને વચ્ચે અનેક દ્વિપક્ષીય બેઠકો પણ થઇ છે. પરંતુ આ મુદ્દાને ઉકેલવામાં અસમર્થ રહ્યા છીએ.

બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર જવાનો નિર્ણય કર્યો છે અને અમને આશા છે કે UN આ મુદ્દાનું સ્થાયી સમાધાન કાઢવામાં સફળ રહેશે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશે યુએનમાં અરજી દાખલ કરવાની સાથે પોતાની ભૂમિકા પણ ભજવી છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં ભારતે સંયુક્ત રાષ્ટ્રને એક પત્ર લખીને બાંગ્લાદેશ દ્વારા નિર્ધારિત કરાયેલી બેસલાઇનને લઇને વિરોધ વ્યક્ત કર્યો હતો.

બંગાળની ખાડી બાંગ્લાદેશ માટે એક અનોખું અને મહત્વનું સંસાધન છે અને બાંગ્લાદેશની સંપ્રભુતાનો સંબંધ આ દેશના સમુદ્રી વિસ્તારથી છે.

નોંધનીય છે કે, UNમાં બાંગ્લાદેશના દાવા અનુસાર ભારતના બેસ પોઇન્ટ 89 બાંગ્લાદેશના સમુદ્રી સીમાની પાસે સ્થિત છે. બંગાળની ખાડી દક્ષિણ એશિયાઇ વિસ્તારમાં રણનીતિક રૂપથી ઘણી મહત્વની છે જે બાંગ્લાદેશ, ભારત અને મ્યાનમાર જેવા દેશોની વચ્ચે વિભાજીત છે.