1. Home
  2. ગુજરાતી
  3. બેલ્જિયમના વૃદ્વા કોરોનાના 2 વેરિએન્ટ્સથી થયા સંક્રમિત, સંક્રમણ બાદ મૃત્યુ પામ્યા
બેલ્જિયમના વૃદ્વા કોરોનાના 2 વેરિએન્ટ્સથી થયા સંક્રમિત, સંક્રમણ બાદ મૃત્યુ પામ્યા

બેલ્જિયમના વૃદ્વા કોરોનાના 2 વેરિએન્ટ્સથી થયા સંક્રમિત, સંક્રમણ બાદ મૃત્યુ પામ્યા

0
Social Share
  • બેલ્જિયમમાં એક મહિલા કોરોનાના અલગ અલગ વેરિએન્ટથી થઇ સંક્રમિત
  • સંક્રમિત થયાના માત્ર પાંચ દિવસમાં મૃત્યુ પામી
  • તે કોરોનાના આલ્ફા અને બીટા વેરિએન્ટ્સથી સંક્રમિત હતી

નવી દિલ્હી: કોરોનાના નવા નવા વેરિએન્ટ્સની ફરીથી ચિંતા વધી છે ત્યારે આ વચ્ચે કોરોનાના બે અલગ અલગ વેરિએન્ટ્સથી સંક્રમિત મહિલાનો પહેલો કેસ બેલ્જિયમમાં જોવા મળ્યો. અહીંયા એક મહિલા કોરોનાના બે અલગ અલગ વેરિએન્ટ્સથી સંક્રમિત થયા બાદ મૃત્યુ પામી. તપાસમાં માલૂમ પડ્યું કે આ સ્ત્રી કોરોનાના આલ્ફા અને બીટા એમ બંને વેરિએન્ટ્સથી સંક્રમિત હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, આ વૃદ્વા અનેક સમયથી એકલા રહેતા હતા અને તેઓએ કોરોના વેક્સિન નહોતી લીધી. તબિયત લથડતા તેઓને આલસ્ટ શહેરની ઓએલવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એ જ દિવસે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

શરૂઆતમાં શરીરનું ઓક્સિજનનું લેવલ યોગ્ય હતું. જો કે એની તબિયત ઝડપથી લથડવા માંડી અને ફક્ત પાંચ દિવસોમાં એનું મોત થયું.

તજજ્ઞાોએ એ સ્ત્રીના કોરોના રિપોર્ટ વિષે તપાસ શરૂ કરતાં માહિતી મળી કે વૃધ્ધાના શરીરમાં કોરોનાનો આલ્ફા સ્ટ્રેન પણ હતો, જે સહુથી પહેલાં બ્રિટનમાં જોવા મળ્યો હતો. એટલું જ નહિં, વૃધ્ધાના શરીરમાં બીટા વેરિઅન્ટ પણ મોજૂદ હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code