- બેલ્જિયમમાં એક મહિલા કોરોનાના અલગ અલગ વેરિએન્ટથી થઇ સંક્રમિત
- સંક્રમિત થયાના માત્ર પાંચ દિવસમાં મૃત્યુ પામી
- તે કોરોનાના આલ્ફા અને બીટા વેરિએન્ટ્સથી સંક્રમિત હતી
નવી દિલ્હી: કોરોનાના નવા નવા વેરિએન્ટ્સની ફરીથી ચિંતા વધી છે ત્યારે આ વચ્ચે કોરોનાના બે અલગ અલગ વેરિએન્ટ્સથી સંક્રમિત મહિલાનો પહેલો કેસ બેલ્જિયમમાં જોવા મળ્યો. અહીંયા એક મહિલા કોરોનાના બે અલગ અલગ વેરિએન્ટ્સથી સંક્રમિત થયા બાદ મૃત્યુ પામી. તપાસમાં માલૂમ પડ્યું કે આ સ્ત્રી કોરોનાના આલ્ફા અને બીટા એમ બંને વેરિએન્ટ્સથી સંક્રમિત હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ વૃદ્વા અનેક સમયથી એકલા રહેતા હતા અને તેઓએ કોરોના વેક્સિન નહોતી લીધી. તબિયત લથડતા તેઓને આલસ્ટ શહેરની ઓએલવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એ જ દિવસે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
શરૂઆતમાં શરીરનું ઓક્સિજનનું લેવલ યોગ્ય હતું. જો કે એની તબિયત ઝડપથી લથડવા માંડી અને ફક્ત પાંચ દિવસોમાં એનું મોત થયું.
તજજ્ઞાોએ એ સ્ત્રીના કોરોના રિપોર્ટ વિષે તપાસ શરૂ કરતાં માહિતી મળી કે વૃધ્ધાના શરીરમાં કોરોનાનો આલ્ફા સ્ટ્રેન પણ હતો, જે સહુથી પહેલાં બ્રિટનમાં જોવા મળ્યો હતો. એટલું જ નહિં, વૃધ્ધાના શરીરમાં બીટા વેરિઅન્ટ પણ મોજૂદ હતો.