Site icon Revoi.in

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાનું થઇ શકે ભારત પ્રત્યાર્પણ, બાઇડન પ્રશાસને કોર્ટમાં કરી અપીલ

Social Share

નવી દિલ્હી: વર્ષ 2008માં થયેલ મુંબઇ આતંકી હુમલાના મુખ્ય ષડયંત્રકાર અને માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ટૂંક સમયમાં અમેરિકાથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવે તેવી સંભાવના છે. હકીકતમાં, જો બાઇડન પ્રશાસને લોસ એન્જલસ ખાતે એક ફેડરલ કોર્ટને પાકિસ્તાની મૂળના કેનેડિયન વ્યવસાયી તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પિત કરવાનો આગ્રહ કર્યો હતો. ભારત ઘણા લાંબા સમયથી તહવ્વુર રાણાને શોધવા માટે પ્રયાસરત છે.

આપને જણાવી દઇએ કે 59 વર્ષીય તહવ્વુરને ભારતે ભાગેડૂ ઘોષિત કરેલો છે. તહવ્વુર પર 2008માં થયેલા આતંકી હુમલા સિવાય અન્ય કેટલીક આતંકી ઘટનાઓમાં સામેલ થવાનો પણ આરોપ છે. મુંબઇ આતંકી હુમલામાં આશરે 166 લોકોના મોત નિપજ્યા હતા જેમાં 6 અમેરિકી નાગરિકો પણ સામેલ હતા.

નોંધનીય છે કે, લોસ એન્જલસમાં કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સોંપવામાં આવેલા દસ્તાવેજોમાં અમેરિકી સરકારે દલીલ કરી હતી કે, ભારતની પ્રત્યાર્પણ માટેની વિનંતીમાં દરેક ગુનાહિત આરોપો સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે. આ કારણે ભારત રાણાના પ્રત્યાર્પણની માગણી કરી રહ્યું છે.