Site icon Revoi.in

બાઇડેનના વિશ્વાસુ બ્લિંકનનું નિવેદન, ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત બનશે

Social Share

વોશિંગ્ટન: આજે નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકેના શપથગ્રહણ કર્યા છે ત્યારે આજથી અમેરિકી પ્રશાસનના કામકાજનો ચહેરો બદલાઇ જશે. આ સાથે જ અમેરિકાના ભારત સાથેના સંબંધોના ભાવિ અંગે પણ ચર્ચા શરૂ થવા લાગી છે.

જો બાઇડેનના નિકટ ગણાતા રાજ્યના નામાંકિત સચિવ ટોની બ્લિંકને ભારત-અમેરિકાના સંબંધો અંગે નિવેદન આપ્યું હતું. ટોની બ્લિંકને કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિની ભારત પ્રત્યેની નીતિનું સમર્થન કરે છે. અમેરિકાના સંબંધ દ્વિદળીય સફળતાના સાક્ષી રહી ચૂક્યા છે.

શા માટે મહત્વપૂર્ણ છે બ્લિંકનનું નિવેદન

બ્યૂરોક્રેટ ટોની બ્લિંકન નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડેનના ખૂબ વિશ્વાસુ માનવામાં આવે છે. જ્યારે વર્ષ 2002માં જો બાઇડેન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે ટોની બ્લિંકનએ સીનેટની વિદેશ સંબંધ સમિતિમાં બાઇડેન માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ટોની બ્લિંકન અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ રહી ચૂક્યા છે.

બ્લિંકનના મતે બાઇડેન ભારત-અમેરિકાના મજબૂત સંબંધોના પક્ષમાં છે. વર્ષ 2006માં જો બાઇડેને કહ્યું હતું કે વર્ષ 2020માં ભારત અને અમેરિકાના 2 સૌથી નજીકના દેશ હશે. બાઇડેન ઉપરાંત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના બીજા કાર્યકાળમાં પણ ટોની બ્લિંકન ડેપ્યુટી સેક્રેટરી ઑફ સ્ટેટ રહ્યા હતા.

નોંધનીય છે કે, ટોની બ્લિંકને ભારતના પીએમ મોદીની સરાહના કરી હતી. બ્લિંકને કહ્યું હતું કે પીએમ મોદી રિન્યૂએબલ એનર્જી અને વિવિધ ટેક્નોલોજીના મજબૂત સમર્થક રહ્યા છે.

(સંકેત)