Site icon Revoi.in

બિડેન સરકાર ભારત સાથે સંરક્ષણ-સુરક્ષા સમજૂતિને પ્રાથમિકતા આપશે

Social Share

કેલિફોર્નિયા: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેને અગાઉ પણ ભારતનું સમર્થન કર્યું છે. જો બિડેન રાષ્ટ્રપતિ તરીકેની સત્તા સંભાળે તે બાદ તેમની પ્રાથમિકતા ભારત સાથે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે ભાગીદારી રહેશે. ઓબામા પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

અમેરિકાની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેને જીત હાંસલ કરી છે અને હવે ટૂંક સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેની સત્તા સંભાળશે જો કે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ હાર માનવા તૈયાર નથી અને 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે વિચારી રહ્યા છે.

ભારત, પાકિસ્તાન અને દક્ષિણ એશિયા બાબતોના વરિષ્ઠ અધિકારી એલિસિયા આયર્સે કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ ખાતે જણાવ્યું હતું કે બિડેન તેમજ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ માટે ભારત સાથેના સંબંધો પ્રાથમિકતાનો મુદ્દો રહેશે. ટ્રમ્પ તંત્રએ ભારત સાથેના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો હતો.

ચૂંટણી પ્રક્રિયા વખતે બિડેને એજન્ડામાં ભારત અને અમેરિકા ભાગીદારીને સમર્થન આપ્યું હતું. બિડેનના કોરોના વાયરસ સામેના જંગ અને જળવાયુ પરિવર્તનના મોરચે કામગીરીની મહત્વ અપાયું છે. જેને પગલે ભારત સાથે આ આ અંગે સહયોગ આવશ્યક બની રહેશે તેમ આયર્સે વધુમાં જણાવ્યું હતું. તે ઉપરાંત ક્લીન એનર્જી અને ક્લાઇમેટ સહયોગ જેવા એજન્ડા પણ બિડેન તંત્રની પ્રાથમિકતા રહેશે.

(સંકેત)