Site icon Revoi.in

અંતે જૈક માનો પતો લાગ્યો, હોંગકોંગમાં બિઝનેસ પાર્ટનર સાથે જોવા મળ્યા

Social Share

નવી દિલ્હી: અલિબાબા કંપનીના સ્થાપક જૈક મા છેલ્લા એક વર્ષથી ગુમ થઇ ગયા હતા. તેમના ગાયબ થવા પાછળ સમગ્ર વિશ્વમાં અનેક અટકળો થઇ રહી હતી તેમજ લોકો ચીનની સરકારની આલોચના પણ કરી રહ્યા હતા. લોકોને એ પણ પ્રશ્ન સતાવી રહ્યો હતો કે આટલો મોટો વ્યક્તિ અચાનક આવી રીતે ક્યાં ગાયબ થઇ જાય.

ચીન વર્ષોથી તેની તાનાશાહી માટે કુખ્યાત છે. ચીનની સરકાર પોતાની સામે વાંધો કે અવાજ ઉઠાવનારને જબરદસ્તીપૂર્વક ચૂપ કરાવવામાં માને છે. ચીનમાં સરકાર વિરુદ્વ પંગો લેનાર વ્યક્તિને આકરી સજા અપાય છે. ગત વર્ષે ઑક્ટોબરમાં ચીની સરકારની નીતિઓની આલોચના બાદથી જ જૈક માનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

જો કે હવે મીડિયા રિપોર્ટસનું માનીએ તો એક વર્ષ સુધી ગાયબ રહ્યા બાદ જૈક મા હવે હોંગકોંગમાં જોવા મળ્યા છે. અહીંયા તે કેટલાક બિઝનેસ પાર્ટનર જોડે ડિનર કરતા જોવા મળ્યા છે.

નોંધનીય છે કે, ગત ઑક્ટોબરમાં જૈક માએ આપેલા કેટલાક ભાષણ બાદ તેની કંપનીઓ પર તવાઇ કરવામાં આવી હતી.