- પાકિસ્તાનના આતંકી હાફિઝ સઇદનાં ઘર પાસે વિસ્ફોટ
- આ વિસ્ફોટમાં 3 લોકોનાં મોત અને 20 કરતા વધારે ઘાયલ
- જો કે હજુ વિસ્ફોટનું કારણ જાણવા મળ્યું નથી
નવી દિલ્હી: પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર એ તોઇબાનાં સ્થાપક હાફિઝ સઇદનાં ઘર પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થઇ ગયા જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા. ઘટનાસ્થળ પર રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ધમાકો પ્રચંડ હોવાથી આસપાસની બિલ્ડીંગના કાચ પણ તૂટી ગયા અને વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.
પાકિસ્તાન મીડિયા અનુસાર આ વિસ્ફોટમાં 3 લોકોનાં મોત તેમજ 20 લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. આ વચ્ચે ભારતીય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ધમાકો થયો તેની આસપાસમાં હાફિઝ સઇદનું ઘર પણ છે. જો કે હજુ સુધી વિસ્ફોટનું કારણ જાણવા મળ્યું નથી.
આ વિસ્ફોટ થયો ત્યારે હાફિઝ સઇદ ઘરે હતો કે કેમ તે જાણી શકાયું નથી. આ પહેલા પણ આ આતંકના આકા પર અનેકવાર હુમલા થઇ ચૂક્યા છે. આ ઘટના પછી પંજાબનાં મુખ્યપ્રધાન ઉસ્માન બુજદરે પોલીસ પાસે વિસ્ફોટનાં કારણોનો વિગતવાર રિપોર્ટ માગ્યો છે.