Site icon Revoi.in

ચીને અફઘાનિસ્તાનને 31 મિલિયન અમેરિકી ડૉલરની મદદનું કર્યું એલાન

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન માટે ચીને ખજાનો ખોલ્યો છે. તાલિબાનની સરકાર બનતા જ ચીને બુધવારે 310 લાખ અમેરિકન ડોલરની મદદનું એલાન કર્યું છે.

તાલિબાનને મદદની જાહેરાત કરતા ચીને કહ્યું હતું કે, આ અરાજક્તા ખતમ કરવા અને વ્યવસ્થાને સ્થાપિત કરવા માટે આવશ્યક છે.

પાડોશી દેશોના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, ચીન અફઘાનિસ્તાનને 200 મિલિયન યૂઆન (31 મિલિયન અમેરિકન ડૉલર)ની મદદ અંતર્ગત અનાજ, ઠંડીનો સામાન તેમજ કોરોનાની વેક્સિન તેમજ આવશ્યક દવા પૂરી પાડશે.

પાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ઇરાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓએ હાજરી આપી હતી. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીની મેજબાનીમાં આયોજીત આ બેઠકમાં રશિયાએ ભાગ નહોતો લીધો. વાંગ યીનું કહેવું છે કે, પહેલા જથ્થામાં ચીને અફઘાનિસ્તાનને 30 લાખની રસી દાન કરવાનો નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે, વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે, બાયડન પ્રશાસનની પાસે ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વ દ્વારા રાખવામાં આવેલા અફઘાની સોના, રોકાણ તેમજ વિદેશી મુદ્રા ભંડારની જારી કરવાની કોઇ હાજર યોજના નથી. તાલિબાનના કબ્જા બાદ તેને ફ્રીઝ કરી દેવાયા હતા. જો ચીન, રશિયા તેમજ અન્ય કોઇ દેશ તાલિબાનને ધન પૂરુ પાડવાનું ચાલુ રાખશે તો તાલિબાનને વધુ આર્થિક લાભની આવશ્યકતા નહીં રહે.