Site icon Revoi.in

ચીને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે વાયરસ પાસપોર્ટ લોન્ચ કર્યો, આવું કરનારો વિશ્નો પ્રથમ દેશ

Social Share

નવી દિલ્હી: હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફરીથી વધી છે ત્યારે વાયરસ પાસપોર્ટ ખૂબ જ ચર્ચામાં છે. આ બધા વચ્ચે ચીને પોતાના આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે હેલ્થ સર્ટિફિકેટ પ્રોગ્રામની શરૂઆત કરી દીધી છે. ચીન આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. અર્થાત્, દેશમાં પ્રવેશ કરનારા તેમજ દેશની બહાર જનારા લોકો પાસે એક ડિજીટલ સર્ટિફિકેટ હશે જે યૂઝરનું વેક્સિન સ્ટેટસ તેમજ ટેસ્ટના પરિણામ બતાવશે. અન્ય કેટલાક દેશો પણ આ સર્ટિફિકેટ માટે વિચારણા કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીચેટ દ્વારા ઉપલબ્ધ થશે. સરકારે સોમવારથી તેનો પ્રારંભ કર્યો છે.  જો કે, આ સર્ટિફિકેટ માત્ર ચીની નાગરિકોને જ ઉપલબ્ધ થશે અને હાલ તેને ફરજીયાત નથી કરવામાં આવ્યું. ડિજીટલ ફોર્મેટ ઉપરાંત આ સર્ટિફિકેટ પેપર ફોર્મેટમાં પણ રહેશે અને તેને વિશ્વનો પ્રથમ વાયરસ પાસપોર્ટ કહેવામાં આવી રહ્યો છે.

બીજી તરફ હાલ અમેરિકા તેમજ બ્રિટન હાલ આવી પરમિટ લાગુ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે. યુરોપિયન યુનિયન પણ વેક્સિન ગ્રીન પાસ પર કામ કરી રહ્યું છે. તેના દ્વારા નાગરિક સંઘના સદસ્ય દેશ અને બીજા વિદેશ જઇ શકાશે. એક મીડિયા અહેવાલ પ્રમાણે ચીનમાં શરૂ થયેલા આ કાર્યક્રમમાં એક QR કોડ સામેલ હશે જે તમામ દેશોના મુસાફરના સ્વાસ્થ્યની જાણકારી આપશે. ચીનમાં ઘરેલુ પાસપોર્ટ તેમજ અન્ય સાર્વજનિક જગ્યાઓએ પ્રવેશ માટે વીચેટ અને અન્ય ચીની સ્માર્ટફોન એપમાં રહેલો QR કોડ આવશ્યક છે.

(સંકેત)