1. Home
  2. ગુજરાતી
  3. ચીને મેગ્લેવ મેગાસ્પીડ ટ્રેન બનાવી, 1 કલાકમાં 620 કિલોમીટરનું અંતર કાપી શકે છે
ચીને મેગ્લેવ મેગાસ્પીડ ટ્રેન બનાવી, 1 કલાકમાં 620 કિલોમીટરનું અંતર કાપી શકે છે

ચીને મેગ્લેવ મેગાસ્પીડ ટ્રેન બનાવી, 1 કલાકમાં 620 કિલોમીટરનું અંતર કાપી શકે છે

0
Social Share
  • ચીને મેગ્લેવ મેગાસ્પીડ ટ્રેન બનાવી
  • આ ટ્રેન 1 કલાકમાં 620 કિલોમીટરનું અંતર કાપી શકે છે
  • આ ટ્રેનને ફ્લોટિંગ ટ્રેન પણ કહેવામાં આવે છે

બીજિંગ: ચીન ટેક્નોલોજીની બાબતે હંમેશા આગળ હોય છે અને વધુ એક વખત ચીને આ વાત પુરવાર કરી બતાવી છે. ચીને બુલેટ ટ્રેનને પણ હંફાવે તેવી મેગાસ્પીડ મેગ્લેવ ટ્રેન બનાવી છે. આ ટ્રેન એક કલાકમાં 620 કિલોમીટરનું અંતર કાપી શકે છે અથવા એમ પણ કહી શકાય કે આ ટ્રેન કલાકે 620 કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

ચીનની આ અત્યાધુનિક ટ્રેનની ઝડપને ધ્યાનમાં રાખીને તેને ફ્લોટિંગ ટ્રેન પણ કહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ટ્રેન વિમાની મુસાફરીનો સારો વિકલ્પ બની શકે છે. અત્યારે ચીનમાં વિમાનની ઝડપ કલાકની 900 કિલોમીટરની છે. આ ટ્રેનને દોડતી જોઇને એવું લાગે છે કે જાણે ચુંબકીય ક્ષેત્ર પર સરકી રહી છે. તેથી જ તેને ફ્લોટિંગ ટ્રેન પણ કહેવાય છે. આ ટ્રેનને ચીનના ચેંગડુમાં લોંચ કરવામાં આવી હતી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ટ્રેનના સંશોધકોએ 165 મીટર લાંબો ટ્રેક બનાવ્યો હતો. એના પર ટ્રેનના દેખાવ અને કાર્યક્ષમતા રજૂ કરાયાં હતાં. આ ટ્રેનની લંબાઇ 21 મીટર છે, એના પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકો કહે છે કે આ ટ્રેન ત્રણથી દસ વર્ષમાં જ દોડતી થઇ જશે.

નોંધનીય છે કે ચીનમાં અત્યંત ઝડપમાં દોડતી મેગ્લેવ ટ્રેન બનાવવાની શરૂઆત 2003માં થઇ હતી. એ સમયે બનેલી ટ્રેનની ઝડપ કલાકે 431 કિલોમીટરની છે. કલાકે 600 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેન સિસ્ટમને વર્ષ 2016માં બનાવવાની શરૂઆત થઇ હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code