- ચીનમાં સતત વધતી વૃદ્વોની વસ્તી બાદ ચીનનો નિર્ણય
- ચીને ત્યાં બે બાળકોની નીતિને પડતી મૂકી
- હવે ચીનમાં 3 બાળકો કરવાની મંજૂરી અપાઇ
નવી દિલ્હી: ચીનની મોટા ભાગની વસ્તી વૃદ્વ થઇ રહી છે અને બીજી તરફ જનસંખ્યાની ગતિ પણ ધીમી પડી છે ત્યારે હવે ચીને મહત્વનો નિર્ણય લીધો છે. ચીન સરકારે હવે પરિવાર નિયોજનના નિયમોમાં ફેરફાર કર્યા છે.
ચીન દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે હવે ચીનમાં યુગલો ત્રમ બાળકો પેદા કરી શકશે. પહેલા ચીનમાં ફક્તા 2 બાળકો કરવાની જ મંજૂરી હતી. થોડા સમય પહેલા જ ચીનની જનસંખ્યાના આંકડા સામે આવ્યા હતા જેમાં ચીનની વસ્તીનો મોટો હિસ્સો ખૂબ જ ઝડપથી વૃદ્વ થઇ રહેલો જણાયો હતો. આ પરિસ્થિતિમાં ભાવિને ધ્યાનમાં રાખીને ચીને આ પગલું ભરવાની નોબત આવી છે.
આ નવી પોલિસીને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મંજૂરી મળી ગઇ છે. એટલે કે હવે ચીનમાં અનેક દાયકાથી ચાલતી આવતી ટૂ-ચાઇલ્ડ પોલિસીને ખતમ કરવામાં આવી છે.
આંકડાઓ પ્રમાણે 2010થી 2020 દરમિયાન ચીનમાં જનસંખ્યા વધવાની ઝડપ 0.53 ટકા હતી. જ્યારે વર્ષ 2000થી 2010 દરમિયાન આ ઝડપ 0.57 ટકા હતી. 2020માં ચીનમાં ફક્ત 12 મિલિયન બાળકો પેદા થયા હતા જ્યારે 2016માં તે આંકડો 18 મિલિયન હતો.
હાલમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ચીન પ્રથમ ક્રમે છે અને પછીના ક્રમે ભારત આવે છે. વર્ષ 1970ના દાયકામાં વસ્તીવધારાની ગતિને કાબૂમાં લેવા માટે ચીનને કેટલાક વિસ્તારોમાં વન ચાઇલ્ડ પોલિસી લાગૂ કરવી પડી હતી.
બાદમાં આ નિયમ આખા દેશમાં લાગુ કરવામાં આવ્યો તો તેની ઉલટી અસર પડી. લાંબા સમય બાદ 2009માં ચીને વન ચાઈલ્ડ પોલિસીમાં ફેરફાર કર્યો હતો અને ચિહ્નિત લોકોને 2 બાળકો કરવાની આઝાદી આપી હતી. જે લોકો પોતાના માતા-પિતાના એકમાત્ર સંતાન હોય તેવા કપલને જ 2 બાળક કરવાની મંજૂરી આપવામાં આવી હતી.