Site icon Revoi.in

અમેરિકાના યુદ્વાભ્યાસથી ચીન હચમચ્યું, સાઉથ ચાઇના સી માં લડાકુ વિમાનો કર્યા તૈનાત

Social Share

ચીન અને અમેરિકા વચ્ચે કોરોના વાયરસને લઇને પહેલાથી જ તણાવ ચાલી રહ્યો છે અને સાઉથ ચાઇના સીમાં પણ ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ સ્પષ્ટપણે વર્તાય છે. અમેરિકા અહીંયા પોતાના બે જંગી એરક્રાફ્ટ કેરિયર સહિતના યુદ્વ જહાજો સાથે યુદ્વાભ્યાસ કરી રહ્યું છે.

અમેરિકાના આ યુદ્વાભ્યાસથી ચીન ડરી ગયું છે અને હવે ચીને પણ સાઉથ ચાઇના સીમાં બનાવેલા કૃત્રિમ ટાપુઓ પર લડાકૂ વિમાનો તૈનાત કર્યા છે. સેટેલાઇટ તસવીરોમાં તે સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.

ચીને સાઉથ ચાઇના સીમાં એક ટાપુ પર ચાર જે-11 બી પ્રકારના અને બાકીના બોમ્બર વિમાનો તૈનાત કર્યા છે. આ લડાકુ વિમાનો અમેરિકાના યુદ્વ જહાજોને જરૂર પડે તો નિશાન બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. જે જગ્યાએ વિમાનો તૈનાત કરાયા છે તે વૂડી ટાપુ પર પ્રથમ વખત ચીને લશ્કરી ગતિવિધિઓ શરૂ કરી છે.

જો કે ચીનના આ પગલાંથી અમેરિકાને અસર થઇ હોય તેવું લાગતું નથી. કારણ કે અમેરિકાએ યુદ્વાભ્યાસનો બીજો તબક્કો શરૂ પણ કરી દીધો છે. જો કે ચીનના આ પગલાંથી મલેશિયા, વિયેતનામ, ઇન્ડોનેશિયા જેવા પાડોશી દેશોમાં ભયનો માહોલ ફેલાયો છે.

(સંકેત)