- PoKમાં આર્થિક કોરિડોરના નિર્માણમાં આવી રહી છે અડચણ
- પાકિસ્તાનની કથળેલી સ્થિતિને જોતા હવે ચીન પાકિસ્તાનને આર્થિક સહાય આપવા તૈયાર નથી
- ચીની અધિકારીઓએ પાકિસ્તાનની લોન ચુકવવાની યોગ્યતા સામે શંકા અને ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી: ગુલામ કાશ્મીરમાં નિર્માણ પામી રહેલ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરને અનેક વિધ્નો નડી રહ્યા છે. પાકિસ્તાન સતત દેવાના બોજ હેઠળ ડૂબી રહ્યું છે અને પાકિસ્તાનની કથળેલી સ્થિતિને જોતા હવે આ પરિયોજના માટે ચીન 6 અબજ ડોલરની લોન મંજૂર કરવા માટે આનાકાની કરી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી વન બેલ્ટ, વન રોડ પરિયોજનાનો હિસ્સો છે. જિનપિંગ આ યોજનાને આધુનિક સિલ્ક રૂટ માને છે, જે ચીનને રસ્તા અને રેલ માર્ગ સીધું યુરોપ સુધી જોડવા માટે તૈયાર કરવામાં આવી છે.
સીપૈક સાથે જોડાયેલી મેનલાઈન-1 (એમએલ-1) રેલવે પરિયોજનાનોની કિંમત 9 અબજ ડોલર હતી પરંતુ બાદમાં તેને ઘટાડીને 6.8 અબજ ડોલર કરી દેવામાં આવ્યો હતો. એક અહેવાલ પ્રમાણે ચીની અધિકારીઓએ પાકિસ્તાનની લોન ચુકવવાની યોગ્યતા સામે શંકા અને ચિંતા વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે, વર્ષ 2015માં ચીને પાકિસ્તાનમાં આશરે 46 અબજ ડોલરના આ આર્થિક કોરિડોરના નિર્માણની જાહેરાત કરી હતી. ચીનની આ યોજના કોરિડોર દ્વારા પાકિસ્તાનમાં વર્ચસ્વ જમાવવાની અને દક્ષિણ એશિયામાં ભારતના પ્રભાવને ટક્કર આપવા માટે છે.
(સંકેત)