- ચીનમાં અત્યારે અટકનો દુકાળ
- ચીનમાં 5 અટકને ત્યાંની 30 ટકા વસ્તીએ અપનાવી છે
- આ અટકમાં વાંગ, લી, ઝાંગ, લિઉ કે પછી ચેનનો સમાવેશ થાય છે
બીજિંગ: તમે ક્યારેય અટકનો દુકાળ પડ્યો હોય એવુ સાંભળ્યું છે. ચોંકી ગયા ને?, જી હા, પરંતુ આ હકીકત છે. ચીનમાં સરનેમનો દુકાળ પડ્યો છે. ચીનના લોકસુરક્ષા મંત્રાલયના દસ્તાવેજને વિશ્લેષણ કરી આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ છે. ચીનમાં પાંચ એવી અટક છે જેને દેશની 30 ટકા વસ્તી એટલે કે 43.3 કરોડ લોકોએ અપનાવી છે. આ અટકમાં વાંગ, લી, ઝાંગ, લિઉ કે પછી ચેનનો સમાવેશ થાય છે.
આ દસ્તાવેજો અનુસાર વર્ષ 2010ની વસ્તી ગણતરીની તુલનામાં 86 ટકા વસ્તી વચ્ચે માત્ર 100 સરનેમ જ લોકપ્રિય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનમાં પહેલા 23,000 અટક પ્રચલિત હતી જે હવે ઘટીને 6 હજાર જ બચી છે.
બીજિંગ નોર્મલ યૂનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ચેન જિયાવેઈનું આના પર કહેવું છે કે સરનેમની સંખ્યામાં ઘટાડો આવવાના ત્રણ કારણો છે. જેમાં સાંસ્કૃતિક વિવિધતાનો અભાવ, બીજી ભાષાની સમસ્યા અને છેલ્લી ડિજિટલ યુગમાં ટેક્નિકલ સમસ્યા.
તેમના પ્રમાણે ચીનમાં નસ્લ કે સમુદાયોના હિસાબથી વિવિધતા નથી. ભાષાના કારણોથી કોઈ પણ વધારાનો અક્ષર જોડી-ઘટાડીને કોઈ સરનેમ બનાવી લેવી, ચીની ભાષામાં અંગ્રેજીની જેમ સરળ નથી. ઘણાં લોકો જુની સરનેમ છોડીને નવી સરનેમ એ માટે અપનાવી રહ્યાં છે. જેથી ડિઝિટલ દુનિયામાં તેઓ પાછળ ના છૂટી જાય.
નોંધનીય છે કે, ચીનમાં મંદારિન જેવી અનેક બોલીઓને ડિજીટલ સિસ્ટમમાં સામેલ નથી કરવામાં આવી. કેરેક્ટર સ્ટાન્ડર્ડ અપનાવવાથી સરકારને ક્યૂઆર કોડ, પાસવર્ડ કે પીન જનરેટ કરવામાં મુશ્કેલી આવી રહી હતી. આ પ્રક્રિયાથી બચવા માટે લોકએ પોતાની અટક બદલી દીધી હતી.
(સંકેત)