Site icon Revoi.in

ચીને હવે ગોળીઓનો સામનો કરવા માટે વિકસિત કર્યું વિશ્વનું પ્રથમ બોડી શીલ્ડ, જાણો તેની ખાસિયત

Social Share

નવી દિલ્હી: ચીન પોતાના સૈનિકોને હવે અનેક પ્રકારના હુમલાથી બચાવવા માટે વિશ્વનું સૌપ્રથમ લાઇટ વેઇટ અને લવચીક બોડી શિલ્ડ બનાવ્યું છે. આ શિલ્ડ પર આર્મર પિયર્સિંગ ઇન્સેન્ડિયરી ગોળીઓના ત્રણ રાઉન્ડ મારવામાં આવ્યા હતા, બંદૂકને બોડી શિલ્ડ પર પોઇન્ટ બ્લેન્ક રેંજથી ગોળી ચલાવવામાં આવી હતી. પરંતુ આ ગોળીએ બખ્તરને વીંધવામાં નિષ્ફળ નિવડી હતી.

એક વખત ગોળી બોડી શિલ્ડ પર વાગતાં તેની એનર્જી ખતમ થઇ ગઇ હતી. આ સાથે તે કોઇ નિશાન વગર ગાયબ થઇ ગઇ હતી. ગોળીઓના કારણે બોડી શિલ્ડની પાછળ રબરની દિવાલ પર નિશાન જોવા મળ્યા હતા. આ નિશાનો 20 મીમી સુધી ઊંડા હતા. આ જાણકારી હુનાન યુનિ.ના સિવિલ એન્જિનિયરિંગના કોલેજના મુખ્ય પ્રોજેક્ટ વૈજ્ઞાનિક પ્રોફેસર ઝુ દેજુએ આપી હતી.

અગાઉ અમેરિકાની એક આર્મર કંપનીએ વર્ષ 2000માં સ્કેલ પ્રકારનું બખ્તર વિકસાવ્યું હતું. જે ત્રણ An-47 બુલેટનો સામનો કરી શકે છે. જો કે, યુએસ સૈન્યએ કંપની સાથે સોદો કર્યો તે પહેલાં, યુદ્વ દરમિયાન તેમાં છિદ્ર થવાની શક્યતા વધી હતી. સેનાએ 48 રાઉન્ડ ગોળીબાર કર્યો, જેમાંથી 13 ગોળીઓ બખ્તરમાં ઘૂસવામાં સફળ નિવડી હતી. તે ઉપરાંત પરસેવો, રણ અને ઊંચા તાપમાન બાબતે બોડી શિલ્ડ પૂરતા પ્રમાણે સુરક્ષિત ન હતી.

નોંધનીય છે કે, સ્કેલ બખ્તર ગ્રાસ કાર્પ નામની તાજા પાણીની માછલીથી પ્રભાવિત થઈને તૈયાર કરવામાં આવ્યું છે. ગ્રાસ કાર્પ ભીંગડા કાપવા અથવા ભેદવું મુશ્કેલ છે. જેના કારણે આ માછલી શિકારીઓના જડબામાંથી સુરક્ષિત રીતે છટકી જાય છે. આ પછી ટીમે બોડી શિલ્ડની રચના કરી જે પિસ્તોલની ગોળીઓનો સામનો કરી શકે.