- ચીને હયાત ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટરનું પ્રથમ વખત કર્યું સંચાલન
- તેની ઊંચી તાપમાન ક્ષમતાને લીધે તેને કૃત્રિમ સૂર્ય પણ કહેવાય છે
- આ ડિવાઇઝના નિર્માણથી ચીનને ન્યૂક્લિયર પાવર શોધમાં મદદ મળશે
બેઇજિંગ: ચીને દક્ષિણ પશ્વિમ સિચુઆન પ્રાંતમાં હયાત ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટરનું પ્રથમ વખત સંચાલન કર્યું છે. અહીંયા રસપ્રદ વાત એ છે કે પોતાના ઊંચા તાપમાનની ક્ષમતાને કારણે આ રિએક્ટરને આર્ટિફિશિયલ સન (Artificial Sun) એટલે કે કૃત્રિમ સૂર્ય કહેવામાં આવે છે. આ ડિવાઇઝ તૈયાર થવાથી ચીનના ન્યૂક્લિયર પાવર શોધમાં ખૂબ મદદ મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ રિએક્ટરનું નામ HL-2M રિએક્ટર છે. આ ચીનનું સૌથી મોટું અને આધુનિક ન્યૂક્લિયર ફ્યૂઝન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિવાઇઝ છે. આ ડિવાઇઝ સ્વચ્છ ઉર્જાનું સ્ત્રોત બની શકે છે તેવી વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે. આ ડિવાઇઝ ગરમ પ્લાઝમાને મેળવવા માટે તાકાતવર મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ કરે છે. જે 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પહોંચી શકે છે. જે સૂર્યના અંદરના ભાગથી સરેરાશ 10 ગણો વધારે ગરમ થઇ શકે છે.
ન્યૂક્લિયર ફ્યૂઝન એનર્જીનો વિકાસ ચીનની એનર્જીની જરૂરિયાતને પૂરી કરવાનો એક માત્ર નથી પરંતુ ચીનના અર્થતંત્ર અને ઉર્જાના વિકાસ માટે પણ આવશ્યક છે.ચીનના વૈજ્ઞાનિકો વર્ષ 2006થી ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર વિકાસ પર કામ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, ચીન આ ડિવાઇઝને આંતરરાષ્ટ્રીય થર્મોન્યૂક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર પર કામ કરતા વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની યોજના બનાવી રહ્યા છે.
(સંકેત)