Site icon Revoi.in

ચીનના ગુપ્તચર વિભાગના વડા ફરાર થયા બાદ શી જિનપિંગે કર્યું આ કામ

Social Share

નવી દિલ્હી: ચીનમાં હાલમાં એવી અટકળો ફેલાઇ રહી છે કે ચીનના ગુપ્તચર વડા ડોંગ જિંગવેઇ અમેરિકા ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વફાદારીના શપથ ગ્રહણ કરાવ્યા હતા.

શુક્રવારે દેશની રાજધાનીમાં સીપીસીના સંગ્રહાલયમાં એક પ્રદર્શનની મુલાકાત દરમિયાન શી જિનપિંગે પાર્ટીના 25 સભ્યોને શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન તાજેતરમાં કરાયું હતું. આ પ્રસંગે શિ જિનપિંગની સાથે નંબર-2 વડાપ્રધાન લી કિંગ પણ હાજર હતા.

માઓ દ્વારા 1921 માં સ્થાપના કરવામાં આવેલ લગભગ 9 કરોડ સદસ્યો વાળી સીપીસી 1949 માં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના સત્તામાં છે. 1 મી જુલાઈએ શતાબ્દી ઉજવણી કરવામાં આવશે અને પાર્ટીએ આ પ્રસંગ નિમિત્તે લશ્કરી પરેડ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પક્ષ તેની સ્થાપનાની શતાબ્દીની ઉજવણી તે સમયે કરી રહ્યો છે, જ્યારે કોવિડ-19 ની ઉત્પત્તિ, શિનજિયાંગ, હોંગકોંગ અને તિબેટમાં માનવાધિકારના ઉલ્લંઘનના આરોપો અંગે ચીન સામે વૈશ્વિક વિરોધ થઈ રહ્યો છે.

શી (67) એ ડિસેમ્બર 2012 માં તેમના પૂર્વગામી હુ જિન્તાઓ પાસેથી સત્તા સંભાળી અને પાર્ટી, શક્તિશાળી સૈન્ય પર તેમના નેતૃત્વને મજબૂત બનાવ્યું અને સામૂહિક નેતૃત્વના સમર્થન સાથે રાષ્ટ્રપતિને ‘મુખ્ય’ નેતાનું બિરુદ આપવામાં આવ્યું.