- તિબેટના માર્ગે દક્ષિણ એશિયામાં આધિપત્ય જમાવવા ચીનની નવી યોજના
- ચીને હવે સિલ્ક રોડની યોજનાના નામે ઠેર-ઠેર માર્ગ નિર્માણ શરૂ કર્યું
- તિબેટ સાથે દક્ષિણ એશિયાનું જોડાણ કરવા માટે ચીને એક રસ્તો બાંધવાની તૈયારી શરૂ કરી છે
નવી દિલ્હી: ચીન પોતાના વિસ્તારોનું સતત વિસ્તરણ કરી રહ્યું છે. ચીને હવે સિલ્ક રોડની યોજનાના નામે ઠેર-ઠેર રસ્તાઓ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તિબેટના માર્ગે દક્ષિણ એશિયામાં આધિપત્ય જમાવવા માટે ચીને પાંચ વર્ષની યોજના જાહેર કરી છે. તિબેટ સાથે દક્ષિણ એશિયાનું જોડાણ કરવા માટે ચીને એક રસ્તો બાંધવાની તૈયારી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર તિબેટમાં સમગ્ર દક્ષિણ એશિયાને જોડતા માર્ગ બનાવવા માટે ચીને યોજના જાહેર કરી છે. વન બેલ્ટ વન રોડની યોજના અંતર્ગત ચીને આ 14મી યોજનાના ભાગરૂપે તિબેટમાં માર્ગ બનાવવાની જાહેરાત કરી છે. આ વર્ષે ચીનની સરકાર તિબેટમાં મહત્વનો માર્ગ નિર્માણ માટે ફંડ આપશે તેમજ એ માર્ગ સિલ્ક રોડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
ચીન આ રીતે છેક આર્કટિક સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. આર્કટિકમાં ગ્લોબલ વોર્મિંગના કારણે બરફ પીગળી રહ્યો છે. તેમાં પોલર સિલ્ક રોડ બનાવીને ચીન ત્યાં સુધી પ્રભાવ સ્થઆપિત કરવા ઇચ્છે છે. એ બહાને ચીનની નજર ભવિષ્યમાં એ વિસ્તારમાં લશ્કર તૈનાત કરવા પર છે.
નોંધનીય છે કે વર્ષ 2013માં ચીને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ યોજનાની જાહેરાત કરી હતી. પ્રાચીન સિલ્ક રૂટને ફરીથી જીવંત કરવાના નામે ચીને વન બેલ્ટ વન રોડની આ યોજના જાહેર કરી હતી.
(સંકેત)