- વિશ્વના અનેક દેશોના સૈન્ય સામર્થ્યને લઇને મિલેટ્રી ડાઇરેક્ટે અભ્યાસ બહાર પાડ્યો
- આ અભ્યાસ અનુસાર વિશ્વની સૌથી શક્તિશાળી સેના તરીકે ચીન પ્રથમ ક્રમાંકે
- આ યાદીમાં ભારતીય સેના ચોથા ક્રમાંકે છે
નવી દિલ્હી: રક્ષા મામલાની વેબસાઇટ મિલેટ્રી ડાઇરેક્ટે શક્તિશાળી સૈન્યને લઇને એક અભ્યાસ બહાર પાડ્યો છે. તે અનુસાર વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી સેના ચીનની છે. જ્યારે ભારતીય સેના આ યાદીમાં ચોથા ક્રમાંકે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આર્મી પર જંગી ખર્ચ કરનારો દેશ અમેરિકા 74 પોઇન્ટ્સ સાથે બીજા નંબરે છે. ત્યારબાદ 69 પોઇન્ટ્સ સાથ રશિયા ત્રીજા નંબરે છે અને 61 પોઇન્ટ્સ સાથે ભારત આ યાદીમાં ચોથા ક્રમાંકે છે. ત્યારબાદ 58 પોઇન્ટ્સ સાથ ફ્રાન્સ પાંચમા નંબરે અને યુનાઇટેડ કિંગડમ 43 પોઇન્ટ્સ સાથે 9માં ક્રમાંકે છે.
મિલેટ્રી ડાઇરેક્ટના સ્ટડીમાં બજેટ, એક્ટિવ અને ઇનએક્ટિવ સૈનિકોની સંખ્યા, હવા, સમુદ્રી, જમીની અને પરમાણુ સંસાધન, સરેરાશ પગાર અને હથિયારોની સંખ્યા સહિત વિભિન્ન તથ્યો પર વિચાર કર્યા બાદ સેનાના સામર્થ્યનો સૂંચકાંક તૈયાર કરાયો છે.
સ્ટડી અનુસાર ચીનની પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સેના છે, તેને સેનાના તાકાત સૂચકાંકમાં 100માંથી 82 પોઇન્ટ્સ મળ્યા છે.
સ્ટડી મુજબ બજેટ, સૈનિકો, એરફોર્સ અને નેવીની ક્ષમતા જેવી ચીજો પર આધારિત આ પોઈન્ટ્સથી ખબર પડે છે કે કોઈ કાલ્પનિક યુદ્ધમાં વિજેતા તરીકે ચીન ટોચ પર રહેશે.
મિલેટ્રી ડાઇરેક્ટ અનુસાર અમેરિકા વિશ્વમાં સેના પર સૌથી વધુ 732 અબજ ડોલર ખર્ચ કરે છે. ત્યારબાદ ચીન બીજા નંબરે છે અને તે 261 અબજ ડોલર ખર્ચ કરે છે. જ્યારે ભારત પોતાની સેના પર 71 અબજ ડોલર ખર્ચ કરે છે.
સ્ટડીમાં યુદ્વમાં સામર્થ્ય અંગેની પણ આગાહી કરાઇ છે કે જો કોઇ યુદ્વ થાય તો સમુદ્ર સ્તરે ચીન, હવામાં યુદ્વ થાય તો અમેરિકા અને ગ્રાઉન્ડ સ્તરે થાય તો તેમાં રશિયાની જીત થાય.
(સંકેત)