Site icon Revoi.in

ચીની અબજપતિ જૈક મા છેલ્લા બે મહિનાથી છે ગુમ, કંપનીની વિરુદ્વ કાર્યવાહી ચાલુ

Social Share

બીજિંગ: ચીની ઉદ્યોગપતિ જૈક મા છેલ્લા 2 મહિનાથી કોઇપણ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમમાં જોવા નથી મળ્યા. રિપોર્ટ્સ અનુસાર, ચીની સરકાર તેમજ ખાસ કરીને રાષ્ટ્રપતિ શી જિનપિંગની નારાજગી બાદથી જ જૈક માનો કારોબાર નિશાના પર છે. આ ઉપરાંત જૈક મા સાર્વજનિક કાર્યક્રમોમાં પણ આવવાનું ટાળી રહ્યા છે. જૈકમાંથી પહેલા પણ ચીની અબજપતિ આવી જ રીતે કોમ્યુનિસ્ટ પાર્ટી કે સરકારના નિશાન પર આવી ચૂક્યા છે. જૈક માના આ પ્રકારના ગાયબ થવા પર અનેક પ્રકારની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર, જૈક મા ચીનમાં અનેકવાર સાર્વજનિક કાર્યક્રમોમાં વક્તા તરીકે ઉપસ્થિત રહેતા હોય છે અને પોતાના મોટિવેશનલ ભાષણોથી યુવાઓમાં ઘણા લોકપ્રિય પણ છે. જૈક માએ ગત વર્ષે ઑક્ટોબરમાં ચીનની સરકારી બેંકો પર વ્યાજખોર જેવો વ્યવહાર કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે બેંકો માત્ર એ જ લોકોને લોન આપે છે જે બદલામાં કંઇક ગિરવે મૂકે છે.

અગાઉ જૈક માએ ચીનના બેજિંગ સિસ્ટમની પણ ટીકા કરી હતી. આ ટીકા બાદ તેઓ ટીકાકારોના ઘેરમાં આવી ગયા હતા. જૈક માના આ મંતવ્ય પર કોમ્યુનિસ્ટ પાર્ટી અને સરકારના અધિકારીઓએ વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન વિશ્વની સૌથી મોટી 37 બિલિયન ડોલરના એન્ટ ગ્રૂપનો આઇપીઓને પણ જિનપિંગના આદેશ બાદ ટાળી દેવામાં આવ્યો હતો.

રિપોર્ટ્સ અનુસાર, જૈક મા છેલ્લા 2 મહિનામાં અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમનું નામ અતિથિ કે વક્તાની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું.

(સંકેત)