અમેરિકી કોર્ટનો અગત્યનો ચુકાદો: કોમ્પ્યુટર પ્રોગ્રામરને પણ H1-B વિઝા આપી શકાય
ભારતીય H-1B વિઝા ધારકો માટે એક ખુશખબર છે. નાઇન્થ સર્કલ તરીકે ઓળખાતી યુએસ ફેડરલ કોર્ટ ઓફ અપીલ દ્વારા તાજેતરમાં આપેલો ચૂકાદો આઇટી કંપનીઓ માટે મોટી રાહત હતી જેઓ તેમના કોમ્પ્યુટર પ્રોગ્રામરો માટે એચવન-બી વિઝાને પ્રોત્સાહિત કરે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે વર્ષ 2017માં અગાઉનો કોમ્પ્યુટર પ્રોગ્રામરનો એક ખાસ સ્પેશિયાલિટી ઓક્યુપેશન તરીકેનો દરજ્જો રદ કર્યો હતો જેના કારણે અનેક પ્રોગ્રામરો એચવન-બી વિઝા માટે પાત્ર બન્યા હતા. હવે યુએસસીઆઇસી દ્વારા કરાયેલી પ્રક્રિયા એપેલેટ કોર્ટ દ્વારા બિનટકાઉ જાહેર કરાઇ છે.
આ કેસ ઇનોવા સોલ્યુશન્સ સબંધીત છે જેમાં તેઓ એક ભારતીય નાગરિકને કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે પોતાને ત્યાં નોકરીએ રાખવા ઇચ્છતા અને જેના માટેની એચવન-બીની અરજીને ફગાવી દેવામાં આવતા તેઓ ફેડરલ કોર્ટમાં ગયા હતા. હાલની ટેકનિકાલીટી અનુસાર, અમેરિકા બહારની કોઇ વ્યક્તિને એચવન-બી પ્રોગ્રામ સ્પોન્સર કરવા ઇચ્છતી કોઇ પણ અમેરિકન કંપની સાબીત કરવું પડતું હતું કે એ નોકરીમાં ઉચ્ચ કૌશલ્ય અને થીઓરેટિકલ જ્ઞાનની ખાસ જરૂર છે.
નોંધનીય છે કે, કોમ્પ્યુટર પ્રોગ્રામ એક ખાસ હોદ્દો છે એ સાબીત કરવામાં ઇનોવા સોલ્યુશન નિષ્ફળ જતાં તેમને એચવન-બી વિઝાનો ઇનકાર કરાયો હતો. મોટા ભાગના કોમ્પ્યુટર પ્રોગ્રામરો પાસે માત્ર બેચલરની ડીગ્રી છે એવું લેબર ડિપાર્ટમેન્ટની ઓક્યુપેશનલ બુકમાં દર્શાવવામાં આવેલી માહિતી યુએસસીઆઇએસ આપી હતી.
(સંકેત)