Site icon Revoi.in

કોરોના વાયરસની અસર આગામી દશકાઓ સુધી અનુભવાશે: WHO

Social Share

કોરોના મહામારીને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફરી એક વખત ચિંતાજનક સમાચાર આપ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે કોરોના વાયરસથી જલ્દી છૂટકારો નહીં મળે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધાનોમે કહ્યું હતું કે આવી મહામારીઓ સદીઓમાં એક વખત આવે છે અને તેનો પ્રભાવ આગામી દશકાઓ સુધી અનુભવાશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એવા અનેક દેશો જે માની રહ્યા હતા કે તેઓએ કોરોનાને મ્હાત આપી છે તેઓ હવે નવા કેસ સામે ઝઝુમી રહ્યા છે. કેટલાક એવા દેશો જેઓ શરૂઆતમાં વાયરસથી ઓછા પ્રભાવિત થયા હતા ત્યાં હવે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. વેક્સિન માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે પરંતુ હવે આપણે વાયરસ સાથે જીવતા શીખવું પડશે અને આપણા પાસે જેટલું પણ છે તેના વડે તેનો સામનો કરવો પડશે.

અનેક વૈજ્ઞાનિક પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે અને અનેકના જવાબ અપાઇ રહ્યા છે. આ પ્રકારની મહામારી સદીઓમાં એક વખત આવે છે અને તેનો પ્રભાવ આપણને આગામી દશકાઓ સુધી અનુભવાશે.’

ઉલ્લેખનીય છે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના 1 કરોડથી વધુ કેસ થઇ ચૂક્યા છે. અનેક લોકોના મોત નિપજ્યા છે. જો કે કેટલાક દેશોમાં રિકવરી રેટમાં સુધારો જોવા મળી રહ્યો છે. લોકો જલ્દી સ્વસ્થ થઇ રહ્યા છે. આ વચ્ચે કોરોનાની વેક્સીન પણ 15 ઑગસ્ટ પહેલા માર્કેટમાં રજૂ થાય તેવી શક્યતા છે.

(સંકેત)