- કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટનો હવે ચીનમાં જ હાહાકાર
- ચીનના અનેક શહેરોમાં સંક્રમણને અંકુશમાં રાખવા નિયંત્રણો લાદવામાં આવ્યા
- ચીનના 18 પ્રાંતના 27 શહેરોમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ નોંધાયા છે
નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણ માટે જે દેશને જવાબદાર માનવામાં આવે છે તે ચીનમાં જ અત્યારે ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. ચીનના 18 પ્રાંતના 27 શહેરોમાં ડેલ્ટા વેરિએન્ટને કારણે કોરોનાના કેસો વધી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ચીનની રાજધાની બેઇજિંગ, જિયાંગસુ અને સિચુઆન સહિત દેશના 18 પ્રાંતોમાં ઓછામાં ઓછા 27 શહેરોમાં 300 થી વધુ કેસ નોંધાયા છે. એટલું જ નહીં, ચીનમાં રિસ્ક કેટેગરીના વિસ્તારોમાં પણ વધારો જોવા મળ્યો છે. જ્યારે 91 વિસ્તારો એવા છે જેને મધ્યમ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 4 વિસ્તારો એવા છે કે હાઇ રિસ્ક કેટેગરીમાં છે.
બેઇજિંગના હૈદિયાનમાં 6 રહેણાંક વિસ્તારમાં હાલમાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે, જે વિસ્તારમાં એખ પોઝિટિવ કોવિડ-19 કેસ મળ્યો હતો. દેશની રાજધાનીમાં ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણે નિંયત્રિત કરવા માટે લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે.
બેઇજિંગમાં રોગ નિયંત્રણ અધિકારીએ પણ નોટિસ જારી કરી છે, આ સાથે જ રહેવાસીઓને વિનંતી કરી છે કે જ્યાં સુધી જરૂરી ના હોય ત્યાં સુધી શહેર અને પ્રાંત ના છોડો. આ સાથે જ તેણે કોવિડ-19ના માટે મીડિયમ રિસ્ક અને હાઇ રિસ્ક વિસ્તારમાં પ્રવાસીઓને પ્રતિબંધિત કર્યા છે.
બેઇજિંગમાં રોગ નિયંત્રણ અધિકારીઓએ નોટિસ જાહેર કરી છે. આ સાથે જ રહેવાસીઓને વિનંતી કરી કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી શહેર અને પ્રાંત ન છોડો. આ સાથે જ તેણે કોવિડ -19ના માટે મીડીયમ રિસ્ક અને હાઈ રિસ્ક એરિયામાં પ્રવાસીઓને શહેરમાં પ્રવેશવા માટે પ્રતિબંધિત કર્યા છે.
નવા કેસો મળ્યા છે તેવા વિસ્તારોમાંથી ઇનબાઉન્ડ ફ્લાઇટ્સ, ટ્રેનો અને લાંબા અંતરની બસો સ્થગિત કરવામાં આવી છે, જેમાં નાનજિંગ, ઝેંગઝોઉ અને ઝાંગજીયાજી જેવા શહેરોનો સમાવેશ થાય છે.