ડેલ્ટા વેરિએન્ટ સામે લડવા સક્ષમ છે Johnson & Joohnson નો સિંગલ ડોઝ, કંપનીએ કર્યો દાવો
- વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે ડેલ્ટા વેરિએન્ટ
- ડેલ્ટા વેરિએન્ટ સામે કારગર છે જ્હોન્સન એન્ડ જ્હોન્સની વેક્સિન
- કંપનીએ ખુદ આ દાવો કર્યો છે
નવી દિલ્હી: વિશ્વભરમાં જ્યારે હવે કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાને આરે છે ત્યારે નવો કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. આ વચ્ચે આ નવા વેરિએન્ટ સામે પોતાની સિંગલ ડોઝ વેક્સિન રક્ષણ આપતી હોવાનો દાવો આંતરરાષ્ટ્રીય કંપની, જ્હોનસ એન્ડ જ્હોન્સને કર્યો છે. કોરોનાનો ઘાતક ડેલ્ટા વેરિએન્ટ વિશ્વના 100 જેટલા દેશોમાં સક્રિય થયો છે. આ સમયે કંપનીનો વેરિએન્ટ સામે વેક્સિન રક્ષણ આપતી હોવાનો દાવો લોકોને રાહતનો શ્વાસ અપાવી શકે છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, કંપનીએ દાવો કર્યો છે કે તેમની સિંગલ ડોઝ વાળી વેક્સિન ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ લડવામાં અસરકારક છે. નવા અભ્યાસના પરિણામો પ્રારંભિક હોવા છતાં તે ભરોસાપાત્ર છે. સંશોધનકર્તે 10 લાખ લોકોના લોહીનું પરીક્ષણ કર્યું હતું. જેમને સિંગલ ડોઝ વેક્સિન જ્હોનસન એન્ડ જ્હોન્સ લીધી હતી. ડેલ્ટા સહિતના અન્ય વેરિએન્ટ વિરુદ્વ તેનું ટેસ્ટિંગ કરાયું હતું.
જહોનસન એન્ડ જોહ્ન્સન(Johnson & Johnson)ના ટેસ્ટમાં તેમને જાણ થઈ કે, વેક્સિન નવા વેરિએન્ટ વિરુદ્ધ કામ કરતા જોવા મળી છે. જહોનસન એન્ડ જોહ્ન્સનની કાર્યકારી સમિતિના ઉપાધ્યક્ષ અને મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ડૉ.પૉસ સ્ટૉફલ્સે કહ્યું કે, નવા અભ્યાસમાં વિશ્વ સ્તર પર લોગોના સ્વાસ્થયની રક્ષામાં મદદ કરવા માટે જહોનસન એન્ડ જોહ્ન્સન(Johnson & Johnson) કોવિડ-19 વેક્સિનની ક્ષમતાને મજબુત કરવામાં આવે છે. પહેલાના આંકડાઓએ સંકેત આપ્યો કે, ફાઈઝર અને મૉડર્નાએ બનાવેલી વેક્સિનને પણ ડેલ્ટા વેરિએન્ટ (Delta Variant)વિરુદ્ધ લડવાની સંભાવના છે.
જ્હોનસન એન્ડ જ્હોનસનની વેક્સિનને લઇને કેટલાક તજજ્ઞોએ ચિંતા પણ વ્યક્ત કરી છે. જેમાં બીજી વેક્સિનની તુલનાએ માત્ર એક ડોઝ સામેલ છે. બેથ ઇઝરાયલ ડેકોનેસ મેડિકલ સેન્ટરના ડૉ. બોરોચે જણાવ્યુ હતું કે, જ્હોનસન એન્ડ જ્હોન્સનની વેક્સિન એન્ટિબોડીને નિષ્ક્રીય કરવા માટે પ્રેરિત કરે છે.