- પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હિંદુ મંદિર પર હુમલાનો મામલો
- ભારતની કડક પ્રતિક્રિયા બાદ પાક.પીએમ ઇમરાન ખાને આપ્યું નિવેદન
- મંદિર પર હુમલો કરનારની ઝડપથી થશે ધરપકડ
નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત હિંદુ મંદિર પર કેટલાક અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. પંજાબના ભોંગ શહેરમાં મંદિર પર થયેલા આ હુમલાનો ભારતે સખત વિરોધ કર્યો હતો અને પાકિસ્તાની રાજદ્વારીને બોલાવ્યો હતો. ભારતની કડક પ્રતિક્રિયા બાદ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને પણ આ હુમલાની નિંદા કરી છે. અહીંયા નોંધવા જેવ બાબત એ છે કે, સમગ્ર હુમલા દરમિયાન પોલીસ મૌન દર્શક રહી હતી.
આ ઘટના અંગે ઇમરાન ખાને ટ્વિટ કરી હતી કે, રહીમ યાર ખાન જીલ્લાના ભોંગ શહેરમાં ગણેશ મંદિર પર ગઇકાલે થયેલા હુમલાની સખત નિંદા કરીએ છીએ. મેં પહેલેથી જ આઇજી પંજાબના તમામ ગુનેગારોની ધરપકડ સુનિશ્વિત કરવા અને પોલીસની કોઇપણ બેદરકારી સામે પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. સરકાર હવે મંદિરનું પુન:નિર્માણ પણ કરશે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં, સ્થાનિક ટોળું લાકડીઓ અને પથ્થરોથી મૂર્તિઓને તોડતું અને રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં એક મંદિરમાં ધાર્મિક સૂત્રોચ્ચાર કરતું જોવા મળ્યું હતું.
જે વિસ્તારમાં મંદિર પર હુમલો થયો ત્યાં પાકિસ્તાનના લઘુમતી હિંદુ સમુદાયના 100 પરિવારો વસવાટ કરે છે. ગઇકાલે RYKના ભૂંગમાં ગણેશ મંદિર પર થયેલા હુમલાની સખત નિંદા કરવામાં આવી છે.
ભારતે આ ઘટના પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ નવી દિલ્હીમાં મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની હાઇ કમિશનના પ્રભારીને આજે બપોરે બોલાવવામાં આવ્યા છે અને પાકિસ્તાનમાં નિંદનીય ઘટના અને લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા અને તેમના ધાર્મિક સ્થળો પર અભિવ્યક્તિ કરી રહ્યા છીએ.
સતત હુમલાઓ અંગે તેમની ગંભીર ચિંતા, ઉગ્ર વિરોધ નોંધાવ્યો. તેમણે કહ્યું કે ભારતે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.