Site icon Revoi.in

ડિઝનીએ બનાવ્યો અત્યાધુનિક રોબોટ, આવી છે ખાસિયતો

Social Share

નવી દિલ્હી: વિશ્વમાં તમે અનેક રોબોટ જોયા હશે પરંતુ કાર્ટૂન, એનિમેશન બનાવતી વિશ્વ પ્રસિદ્વ કંપની ડિઝનીએ એક અભૂતપૂર્વ રિસર્ચ હાથ ધરીને અદ્દભુત રોબોટનું નિર્માણ કર્યું છે. આ સેન્સિબલ રોબોટમાં અત્યાધુનિક ટેક્નોલોજી તેમજ કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. જે સામે આવેલ માણસને પ્રતિક્રિયા આપવા પણ સમર્થ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ડિઝનીની વૈજ્ઞાનિક ટીમે આ અત્યાધુનિક રોબોટને એ પ્રકારને નિર્મિત કર્યો છે કે, આ રોબોટ માત્ર આંખોમાં જ નહીં, પરંતુ ગળા, મોઢાનો ભાગ હલાવીને એક્શન સામે રિએક્શન આપે છે. આ સાથે જ આંખોની ભ્રમરથી ઇશારો કરીને પ્રતિક્રિયા આપે છે. આ રોબોટ તેના કેમેરા સામે આવેલા વ્યક્તિની એક્ટિવિટીને કેપ્ચર કરીને ક્વિક રિસ્પોન્સ આપે છે.

નોંધનીય છે કે, વોલ્ટ ડિઝની અને રોય ડિઝનીએ 1923 માં ડિઝનીની શરૂઆત કરી હતી. કંપનીએ કાર્ટૂન બનાવવાની શરૂઆત કર્યા બાદ, ધીરે -ધીરે એનિમેટેડ મૂવી અને હોલીવુડ મૂવી પ્રોડક્શન શરુ કર્યા હતા. અત્યારે ડિઝનીમાં 2 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે અને દુનિયામાં 6 સ્થળો પર થીમ બેઝડ ડિઝની લેન્ડ બનાવવામાં આવ્યા છે.

(સંકેત)