Site icon Revoi.in

ડોનાલ્ડ ટ્રમ્પનું વિદાય સંબોધન, જાણો અંતિમ સંદેશમાં શું-શું કહ્યું

Social Share

વોશિંગ્ટન: અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં હાર બાદ વિદાય સંબોધનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાની સરકારની ઉપલબ્ધિઓના વખાણ કર્યા હતા અને અમેરિકન સંસદ કેપિટલ હિલ પર કરવામાં આવેલા હિંસક હુમલાની પણ નિંદા કરી હતી.

વિદાય ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સંસદ પર થયેલા હુમલાને બિહામણો ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે કેપિટલ હિલ પર થયેલા હુમલાથી તમામ અમેરિકી ભયભીત થઇ ગયા હતા કારણ કે આ પ્રકારની હિંસા અમેરિકાના સુવ્યવસ્થિત શાસન પર હુમલા સમાન છે. જે અસહ્ય છે. આપણે હવે પહેલાંથી વધુ મૂલ્યો વિશે વિચારવાની આવશ્યકતા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિદાય ભાષણમાં પોતાની સરકારની કામગીરી જણાવી હી અને કહ્યું કે અમે પોતાના કાર્યકાળ દરમિયાન ચીન પર ઐતિહાસિક અને યાદગાર શુલ્ક લગાવ્યું હતું. ચીનની સાથે અમે નવી રણનીતિ ડીલ પર સાઇન કરી અને વેપાર સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. આપણા વેપાર સંબંધો ઝડપી રીતે બદલાઇ રહ્યા હતા અને અમેરિકામાં અરબો ડોલરનું રોકાણ કર્યું હતું પરંતુ કોરોના વાયરસે અમને અલગ દિશામાં જવા માટે મજબૂર કર્યા હતા.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભાવિ રાષ્ટ્રપતિ જો બાઇડેનને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ટ્રમ્પે શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે અમે હવે નવા વહિવટીતંત્રનું સ્વાગત કરીએ છીએ. ટ્રમ્પે પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ અને પરિવારના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો અને સાથોસાથ તેમણે ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

(સંકેત)