Site icon Revoi.in

અમેરિકાના અલાસ્કામાં 5.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Social Share

નવી દિલ્હી: અમેરિકાના અલાસ્કામાં કુદરતી આપત્તિઓ વારંવાર અનુભવાતી હોય છે. હવે અમેરિકના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર અલાસ્કામાં એ ટુ સ્ટેશનની પશ્વિમમાં 285 કિલોમીટર પશ્વિમમાં ભૂકંપ આવ્યો. યુએસ ભૂસ્તરશઆસ્ત્રીય સર્વેએ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર 10 કિમી નીચે જણાવાયું છે. જો કે, હજુ સુધી જાનહાનિના કોઇ સમાચાર નથી.

થોડા દિવસ પહેલા પણ આ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. અલાસ્કા ધરતીકંપ કેન્દ્ર અનુસાર ગુરુવારે કલુકવાન અને હેઇન્સના ભાગોમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપ, જેની તીવ્રતા 4.4 હતું. કલુવાનથી લગભગ 20 માઇલ દક્ષિણમાં, હેઇન્સથી 29 માઇલ પશ્વિમમાં અને જૂનોથી 89 માઇલ પશ્વિમ દિશામાં હતું. બપોરે 12.40ની આસપાસ ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપ પછી પણ પૃથ્વી અનેક વખત હચમચી ઉઠી છે. આગામી દિવસોમાં આવા આંચકા અનુભવાશે. હેન્સના મેયર ડગ્લાસનું કહેવું છે કે, તેમને કોઇ નુકસાન વિશે માહિતી મળી નથી. ઓલેરુડે કહ્યું કે, લંચના સમય બાદ ખૂબ જ ઓછી તીવ્રતાના આચંકા અનુભવાયા હતા.

નોંધનીય છે કે, અગાઉ શનિવારે ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. યુએસ ભૂસ્તરશઆસ્ત્રીય સર્વે અનુસાર સુનામીની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી અને કોઇ નુકસાન થયું નથી. ઇન્ડોનેશિયામાં ભૂકંપ વારંવાર જોવા મળે છે. કારણ કે આ દેશ રીંગ ઑફ ફાયર પણ છે.