અમેરિકાના અલાસ્કામાં ભૂકંપ, 8.2ની તીવ્રતાને કારણે સુનામીની પણ ચેતવણી અપાઇ
- અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 8.2 નોંધાઇ
- આ બાદ ત્યાં સુનાવણીની ચેતવણી અપાઇ
નવી દિલ્હી: અમેરિકાના અલાસ્કાના પેનિસુલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2 હતી. આ આંચકાની તીવ્રતા એટલી વધારે હતી કે તેને કારણે ત્યારબાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. આંચકાના કારણે ભયાનક તબાહીની આશંકા સેવાઇ રહી છે.
અમેરિકન જિયોલોજિકલ સર્વેએ રાત્રે 11.15 વાગ્યે સપાટીથી 29 માઇલ નીચે ભૂકંપ અનુભવ્યો હતો. તેની અસર કેન્દ્રથી ઘણી દૂર સુધી થઇ છે. USGSના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા વધુ બે આંચકા આવ્યા છે. જેની તીવ્રતા 6.2 અને 5.6 જણાવવામાં આવી છે.
આ આંચકા બાદ દક્ષિણ અલાસ્કા, અલાસ્કાના પેનિનસુલા અને Aleutian ટાપુ પર સુનામીની ચેતવણી અપાઈ છે. દેશના પશ્ચિમી તટ પર થનારા નુકસાનનું આકલન થઈ રહ્યું છે.
NWS Pacific Tsunami Warning Center એ પ્રશાંત મહાસાગરના તટ પર સુનામીની ચેતવણી જારી કરી છે. અલાસ્કાPacific Ring of Fire માં આવે છે. જેને સિસ્મિક એક્ટિવિટીમાં ખુબ સક્રિય ગણાય છે. અહીં માર્ચ 1964માં ઉત્તર અમેરિકાનો સૌથી વિનાશકારી ભૂકંપ નોંધાયો હતો. જેની તીવ્રતા 9.2ની હતી. તેણે Anchorage, અલાસ્કાની ખાડી, અમેરિકાનો પશ્ચિમ તટ અને હવાઈ પર ભારે તબાહી મચાવી હતી.