જર્મનીમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, પૂરની ચોતરફ તારાજી, 156નાં મોત, 1300થી વધુ લાપતા
- કુદરતના પ્રકોપનું ભોગ બન્યું જર્મની
- જર્મનીના સર્વત્ર પૂરને કારણે ભયાનક દ્રશ્યો સર્જાયા
- અત્યારસુધી કુલ 156 લોકોનાં મોત નિપજ્યા
- જર્મનીના 1300થી વધુ લોકો લાપતા થયા
નવી દિલ્હી: જર્મની અત્યારે કુદરતના પ્રકોપનું ભોગ બન્યું છે. જર્મનીના પશ્વિમ અને દક્ષિણ ભાગમાં પૂરના કારણે તબાહીની દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પૂરના કારણે અહીંયા સેંકડો લોકો લાપતા થયા છે. અનેક ઇમારતો પણ ઘસી પડી છે. સમગ્ર યુરોપમાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરથી સૌથી વધુ જર્મની પ્રભાવિત થયું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે.
છેલ્લા 50 વર્ષોમાં જર્મનીમાં આ પૂરની સૌથી વધુ ભયાનક સ્થિતિ ગણી શકાય. અનેક રાજ્યો પાણીમાં ગરકાવ છે. પશ્વિમ જર્મનીના એક ગામમાં તો ઘાટી જેવો સિંક હોલ પડી ગયો. તે અત્યંત ઊંડો હતો. કેટલાક વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ, લેંડસ્લાઇડ અને કીચડના પૂરે પણ તારાજી સર્જી છે. હમણાં સુધીના આંકડા પ્રમાણે અત્યારસુધી 156થી વધુ લોકોનાં મોત નિપજ્યા છે.
Breaking: At least 59 dead, 1300 missing, after heavy rain caused severe flooding in western Germany. pic.twitter.com/4RHJLzVkmN
— PM Breaking News (@PMBreakingNews) July 15, 2021
પૂરને મોટા પાયે તારાજી સર્જી છે. અનેક ટેલિફોનના તાર, વીજળીના થાંભલા પણ તૂટી ગયા છે. એક અનુમાન અનુસાર 1300 જેટલા લોકો લાપતા છે. આ પૂર પાછળ જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.
બીજી તરફ બેલ્જિયમમાં પણ આ ભયાનક પૂરને કારણે મોટું નુકસાન પહોંચ્યું છે. ત્યાં લગભગ 27 જેટલા લોકોના મોત નિપજ્યા છે. બંને દેશોમાં લાપતા લોકોની શોધખોળમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ભયજનક થતા બચાવી કામગીરી પણ પડકારજનક બની છે.