મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણની ગતિવિધિ થઇ તેજ, ભારત સરકારે બેક ચેનલથી ડોમિનિકાના સંપર્ક સાધ્યો
- પીએનબી બેંક સ્કેમના કૌંભાડી મેહુલ ચોક્સીને ભારત લાવવા પ્રયાસો થયા તેજ
- ભારત હાલ તેને પરત લાવવા માટે બેક-ચેનલ થકી ડોમિનિકા સાથે સંપર્ક સાધી રહ્યું છે
- ભારતે તેને ભારતીય અધિકારીઓને સોંપવાની રજૂઆત કરી છે
નવી દિલ્હી: પીએનબી બેંક કૌંભાડના મુખ્ય ભાગેડૂ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણ માટેના પ્રયાસોને ભારત સરકારે તેજ કરી દીધા છે. એક સમાચાર એજન્સીના હવાલાથી માલૂમ પડ્યું છે કે, ભારતે બેક-ચેનલ અને ડિપ્લોમેટિક માર્ગના માધ્યમથી ડોમિનિકા સાથે સંપર્ક સાધીને કહ્યું છે કે, એક ભાગેડૂ નાગરિકના રૂપમાં મેહુલ ચોક્સીને માનવામાં આવે. તેની વિરુદ્વ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ છે. ભારતે તેને ભારતીય અધિકારીઓને સોંપવાની રજૂઆત કરી છે.
અગાઉ એન્ટિગુઆ અને બારબુડાના પીએમ ગેસ્ટન બ્રાઉને કહ્યું હતું કે, ભારતે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ દસ્તાવેજની સાથે એક ખાનગી પ્લેન ડોમિનિકા મોકલ્યું છે. તેની સાથે જ તેમણે ઇચ્છા વ્યક્ત કરી છે કે ડોમિનિકા રિપબ્લિક ચોક્સીને વહેલી તકે ભારત મોકલી દે. જો કે, ભારત તરફથી કોઇ પુષ્ટિ થઇ નથી.
કતાર એરવેઝનું એક ખાનગી પ્લેન ડોમિનિકામાં ઉતર્યા બાદ ચોક્સીના પ્રત્યાર્પણને લઇને અટકળો વહેતી થઇ છે. એન્ટિગુઆ અને બારબુડાથી રહસ્યમયી સ્થિતિમાં ગુમ થયેલો મેહુલ ચોક્સી પડોશના ડોમિનિકામાં પકડાઇ ગયો.
મહત્વનું છે કે, મેહુલ ચોક્સ અને તેના ભત્રીજા નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે 13,500 કરોડની રકમની કથિત રીતે છેતરપિંડી કરી છે. નિરવ મોદી હાલ લંડનની એક જેલમાં કેદ છે.