- પાકિસ્તાનના પરમાણુ બોમ્બના જન્મ ડૉ. અબ્દુલ કાદીર ખાનનું નિધન
- તેઓનું 85 વર્ષની વયે નિધન
- તેમના નિધન પર પીએમ ઇમરાન ખાને પણ વ્યક્ત કર્યો શોક
નવી દિલ્હી: પાકિસ્તાનના પરમાણુ બોમ્બના જનક વૈજ્ઞાનિક ડૉ, અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું છે. તેઓનું 85 વર્ષની વયે નિધન થયુ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, તેમની તબિયત બગડી હતી. જેને કારણે તેમને ખાન રિસર્ચ લેબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર પીએમ ઇમરાનખાને પણ શોક વ્યક્ત કર્યો હતો. લખ્યું હતું કે, આખો દેશ તેમને પ્રેમ કરતો હતો. રાષ્ટ્રની સુરક્ષા અર્થે આપણને પરમાણુ હથિયાર આપ્યા હતા. પાકિસ્તાનના નાગરિકો માટે તેઓ હીરો સમાન હતા.
આપને જણાવી દઇએ કે ડૉ. અબ્દુલ કાદીરનો જન્મ ભોપાલમાં થયો હતો. જો કે ભારત-પાકિસ્તાન ભાગલ વખતે તેઓનો પરિવાર પાકિસ્તાન સ્થાયી થયો હતો. પાકિસ્તાનની સુરક્ષા માટે પરમાણુ બોમ્બની બનાવટમાં તેઓનું મહામૂલું યોગદાન રહેલું છે. પાકિસ્તાન માટે પરમાણુ પરીક્ષણ બાદ તેમને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.