Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી, લોટની એક ગુણના રૂપિયા 2400 તો ચોખાની એક ગુણની કિંમત આટલી..

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન રાજ આવ્યું છે ત્યારથી તેની સામાજિક અને આર્થિક સ્થિતિ દિવસે દિવસે સતત કથળી રહી છે. રોકડની અછત સર્જાઇ છે. ભૂખમરાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવે બીજી તરફ મોંઘવારીએ પણ માઝા મૂકી છે. અહીંયા બજારમાં લોટની એક ગુણનો ભા રૂ.2400 અને ચોખાની એક ગુણનો ભાવ રૂ. 2700 બોલાય છે.

બીજી તરફ અનાજ તેમજ અન્ય ખાદ્ય સામગ્રીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. તેને લઇને યુનાઇટેડ નેશન્સે પણ અફઘાનિસ્તાનમાં માનવીય સંકટની ચેતવણી આપી છે. અફઘાનિસ્તાનના રૂપિયા સામે અમેરિકન ડોલરના વધતા ભાવને કારણે આ મોંઘવરી જોવા મળી રહી છે તેવું એક સ્થાનિક દુકાનદારે કહ્યું હતું.

સૈફુલ્લાએ કહ્યું હતું કે અમે તમામ માલ-સામાનની ખરીદી અમેરિકન ડોલરમાં કરીએ છીએ અને બાદમાં અફઘાનિસ્તાનના રૂપિયામાં તેનું વેચાણ કરીએ છીએ જેના કારણે જ અમે લોટની એક ગુણ રૂ. 2400માં અને 16 લીટર ખાદ્ય તેલનો એડ ડબો રૂ. 2800માં અને ચોખાની એક ગુણ રૂ. 2700માં વેચીએ છીએ.