Site icon Revoi.in

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી સભ્ય પદ માટે ફ્રાન્સે કર્યું સમર્થન

Social Share

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનું સ્થાયી પદ હંમેશા માટે ચર્ચાનો વિષય રહ્યો છે.  હવે ભારતના મિત્ર ફ્રાન્સે પણ આ બાબતે ભારતને તેમનું સમર્થન આપ્યું છે. ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમૈનુઅલ લેનિને ટ્વીટ કર્યું કે ફ્રાન્સ ભારત અને જી 4 દેશોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યતાનું મજબૂત રીતે સમર્થન કરે છે. જી 4ના અન્ય દેશોમાં બ્રાઝિલ, જર્મની તથા જાપાનનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ઉપસ્થાયી પ્રતિનિધ રાજદૂત નાગરાજ નાયડૂએ સોમવારે મહાસભાના 74માં સત્રના અધ્યક્ષ તિજાની મુહમ્મદ-બંદેને પત્ર લખ્યા બાદ ફ્રાન્સના સમર્થનની વાત ફરી દોહરાવી હતી.

નાયડૂએ પત્રમાં લખ્યું હતું કે. સુરક્ષા પરિષદ સુધાર પર આંતરિક સરકારી વાર્તાને બંધક બનાવવામાં આવી રહી છે. સૌથી શક્તિશાળી સંગઠનમાં કોઇ પરિવર્તન ન ઇચ્છનારા દેશો પોતાની સુવિધા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. આની આડમાં તે પોતાના સૈન્ય અભિયાનોને સંતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

(સંકેત)