Site icon Revoi.in

એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર ઇટલી, જર્મનીમાં લગાવાઇ રોક, આ છે કારણ

Vials in front of the AstraZeneca British biopharmaceutical company logo are seen in this creative photo taken on 18 November 2020. Pfizer and Biontech announced its conclude phase 3 study of COVID-19 vaccine candidate with 95% primary efficacy analysis, as media reported on 18 November 2020. (Photo by STR/NurPhoto via Getty Images)

Social Share

નવી દિલ્હી: અનેક દેશોમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ કોવિડ-19ની વેક્સીન એસ્ટ્રાજેનેકા પર યૂરોપના અનેક દેશોમાં અસ્થાયી રીતે પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. કેટલાક દેશોમાં આ વેક્સીનના કારણે લોહી જામી જવાના રિપોર્ટ સામે આવ્યા બાદ ફ્રાન્સ, ઇટલી અને જર્મનીએ તેના ઉપયોગ પર રોક લગાવી છે.

ઈટલીમાં એક 57 વર્ષીય શિક્ષકનું વેક્સીન લીધાના થોડા સમય બાદ મોત થયાના અહેવાલે અનેક આશંકાઓ ઊભી કરી દીધી છે. ઈટલીએ આ મોતની તપાસ માટે ઓટેપ્સી કરાવવા માટે કહ્યું છે.

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમૈનુઅલ મૈક્રોંએ કહ્યું કે, તેમના દેશમાં પણ તકેદારીના ભાગ રૂપે ઓક્સફર્ડ (Oxford University)ની એસ્ટ્રાજેનેકા વેક્સીન પર મંગળવાર સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ જ દિવસે યૂરોપીયન મેડિસિન એજન્સી (European Medicine Agency) આ વેક્સીન પર પોતાનો રિપોર્ટ આપશે. તેઓએ કહ્યું કે, ફ્રાન્સને આશા છે કે ટૂંક સમયમાં જ એસ્ટ્રાજેનેકા વેક્સીન ફરીથી લોકોને આપવામાં આવશે.

આ દરમિયાન, જર્મનીમાં પણ સોમવારે એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન પર રોક લગાવી દીધી. જોકે કંપનીએ દાવો કર્યો કે આ વેક્સીનનો એવો કોઈ દુષ્પ્રભાવ નથી થયો. નોંધનીય છે કે યૂરોપના અનેક દેશો ઉપરાંત ભારતમાં કોરોનાની બીજી લહેર મુશ્કેલીનું કારણ બની ગઈ છે.

(સંકેત)