Site icon Revoi.in

આજે આકાશમાં નિહાળી શકશો સુંદર નજારો, જોવા મળશે વર્ષનું છેલ્લું સુપરમૂન

Social Share

નવી દિલ્હી: આ સપ્તાહે આકાશમાં તમે એક સુંદર નજારો નિહાળી શકશો. આ વર્ષનું છેલ્લું સુપર મૂન 24 જૂને જોવા મળશે. Farmers Alamanac અનુસાર આને સ્ટ્રોબેરી મૂન નામ આપવામાં આવ્યું છે.

આ નામ પાછળનું કારણ એ છે કે આ સમયે ઉત્તર અમેરિકામાં સ્ટ્રોબેરી લણવાનો સમય ચાલી રહ્યો છે. અમેરિકન સ્પેસ એજન્સી NASA અનુસાર બુધવારથી જ સુપર મૂન નજર આવવા માંડશે, પરંતુ બીજા દિવસે એટલે કે 24 જૂન 2021ના ગુરુવારે વધુ ઊંચાઇ પર અને સુંદર રીતે જોવા મળશે.

આ સમયગાળા દરમ્યાન ચંદ્ર અને ધરતી વચ્ચેનું અંતર ઘણું નજીક હોય છે. જેથી સામાન્ય પૂર્ણ ચંદ્ર (પુનમ) કરતાં વધુ નજીક અને વધુ રોશની ફેંકતો દેખાય છે. આ સ્ટ્રોબેરી મૂન (Strawberry Supermoon)ને બીજા અન્ય નામો જેમ કે બ્લૂમિંગ મૂન, ગ્રીન કોર્ન મૂન, હોયર મૂન,બર્થ મૂન, હેચિંગ મૂન, હાનિ મૂન, અને મિડ મૂન પણ કહે છે. આ સમય દરમ્યાન વધુ લગ્નો થતાં હોવાથી ‘હની મૂન’ નામ આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, સ્ટ્રોબેરી મૂન ગુરુવારે ગુલાબી રંગની જગ્યાએ સોનેરી રંગનો દેખાશે. આ સમય દરમિયાન ચંદ્રની સાથે શુક્ર અને મંગળ પણ આકાશમાં દેખાશે. વર્ષ 1930માં મેન ફાર્મર અલમેન કે ચંદ્રના નામ છાપવાનું શરૂ કર્યું હતું. આ મુજબ, એપ્રિલના પૂર્ણ ચંદ્રને પિંક મૂન કહેવામાં આવે છે.