- સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાનો હવે આવશે અંત
- રશિયા 12-13 ઑગસ્ટ સુધીમાં કોરોનાની રસી જાહેર કરશે
- ભારતના સ્વતંત્રતા દિવસ પહેલા રસી બજારમાં આવી શકે
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો અંત હવે નજીક આવી રહ્યો છે. કોરોનાને કાબૂમાં લેવા માટે અંતે રસીની શોધ થઇ ચૂકી છે.
અહીંયા મહત્વની વાત એ છે, ભારતના સ્વતંત્રતા દિવસ પૂર્વ જ કોરોનાની રસી બજારમાં આવી જશે. વિશ્વની આ પ્રથમ કોરોનાની રસી 12 કે 13મી ઓગસ્ટના રોજ જાહેર થઇ શકે છે.
હાલમાં વિશ્વના અનેક દેશો કોરોનાની રસી શોધવાનો દિવસ રાત પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ રશિયા 10 કે 12 ઑગસ્ટ સુધીમાં વિશ્વની પ્રથમ કોરોના રસીને મંજૂરી આપવા માટેના પ્રયાસોમાં વ્યસ્ત છે. રશિયાએ આ સંદર્ભે એક ખાસ વ્યૂહરચના પણ તૈયાર કરી છે.
મોસ્કો સ્થિત ગૈમલૈયા સંસ્થા દ્વારા આ પ્રથમ કોરોના રસીનું નિર્માણ કરવામાં આવ્યું છે. એકવાર આ રસી જાહેર ઉપયોગ માટે મંજૂર થઇ જાય પછી તે પહેલા ફ્રન્ટલાઇન હેલ્થકેર કામદારોને આપવામાં આવશે.
મહત્વનું છે કે, રશિયા જ્યારે ટૂંક સમયમાં આ રસી બજારમાં લોન્ચ કરવાની યોજના ધરાવે છે ત્યારે બીજી તરફ અમેરિકા રશિયાની રસી હજુ બીજા તબક્કામાં જ છે તેવો દાવો કરી રહ્યું છે.
(સંકેત)