Site icon Revoi.in

ભારતના સંકટના સમયમાં હવે અમેરિકાની 100 નર્સનું ગ્રૂપ ભારત આવશે, આપશે નિ:શુલ્ક સેવા

Social Share

નવી દિલ્હી: કોરોનાના આ સંકટકાળમાં કોરોના વોરિયર્સ તરીકે નર્સની ભૂમિકા પણ વિશેષ રીતે દરેક હોસ્પિટલમાં જોવા મળી છે. આ વચ્ચે અમેરિકાની એક નર્સના ગ્રૂપે ભારતની કોરોના સામેની લડતમાં વ્હારે આવવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે તેઓ હાલમાં વિઝા અને અન્ય મુદ્દે વાતચીત કરી રહ્યા છે. તમામ નર્સ જૂનના પહેલા સપ્તાહ સુધી ભારત આવવા ઇચ્છુક છે. નર્સના આ ગ્રૂપ દ્વારા આ અભિયાનને નર્સ ઓન એ મિશન નામ અપાયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વોશિંગ્ટનના નર્સ ચેલ્સિયા વોલ્શનનો આ આઇડિયા છે. આ નર્સે થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર ભારતની હોસ્પિટલ અને સામૂહિક અંતિમ સંસ્કારની તસવીરો શેર કરીને લખ્યું હતું કે આ બધુ જોઇને અમે દુ:ખ અનુભવીએ છીએ અને અમે ભારત જવાની તૈયારી કરી લીધી છે.

ભારતના એક અનાથાલયમાં વૉલ્શ અગાઉ સેવાકાર્ય કરી ચૂક્યા છે. તેઓ કહે છે કે, આ પોસ્ટ બાદ થોડા જ દિવસોમાં ભારતની મદદ માટે સમગ્ર અમેરિકામાંથી નર્સ દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ભારતના મેડિકલ પ્રોફેશનલ્સને આ વિપદામાં અમારી આવશ્યકતા છે.

વોલ્શ દ્વારા પહેલા ઇચ્છુક નર્સને કામમમાં પડનારી મુશ્કેલીઓ વિશે જાણકારી આપવામાં આવે છે. નર્સ કહે છે અમને બધુ જ મંજૂર છે. ઉલ્લેખનીય છે કે ગ્રુપ બનાવ્યા બાદ નર્સનું ગ્રુપ ટર્ન યોર કન્સર્ન ઇન ટુ એક્શન ફાઉન્ડેશન સાથે જોડાયેલુ છે. જે ભારતમાં તેમના રહેવાની પણ વ્યવસ્થા કરશે.

આપશે નિ:શુલ્ક સેવા

આ ટીમની ખાસ વાત એ રહેશે કે તેઓ નિ:શુલ્ક સેવા પ્રદાન કરશે અને ખિસ્સા ખર્ચ પણ પોતે જ ઉઠાવશે. કેટલીક નર્સ જો કે ભારતની ટ્રિપ પર આવવા ખર્ચ કરવા અસમર્થ હોવાથી તેઓએ ક્રાઉડ ફંડિગ ગોફંડમીમાં અમેરિકન નર્સીસ ઓન મિશન ટુ ઇન્ડિયા નામની અરજી કરી છે.