Site icon Revoi.in

ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થવાથી વિશ્વ ચિંતિત, આ દેશે લીધો આ મોટો નિર્ણય

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે હોંગકોંગે મોટો નિર્ણય લીધો છે. હોંગકોંગે ભારતથી આવતી અને જતી ફ્લાઇટ્સ પર 20 એપ્રિલથી 3 મે સુધી રોક લગાવી છે. હોંગકોંગ સરકારે વધતા સંક્રમણના પગલે આ નિર્ણય લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હોંગકોંગની સરકારે ભારત ઉપરાંત પાકિસ્તાન તેમજ ફિલિપાઇન્સથી ત્યાં આવતી ફ્લાઇટ્સ ઉપર પણ 20 એપ્રિલથી 3 મે સુધી રોક લગાવી છે. પાકિસ્તાન અને ફિલિપાઇન્સમાં પણ કોવિડ-19નું સંક્રમણ બેકાબૂ બન્યું છે.

હોંગકોંગ સરકારે નિવેદનમાં કહ્યું હતું કે ભારત, પાકિસ્તાન, ફિલિપાઇન્સથી આવતી ફ્લાઇટ્સ પર રોક લગાવાનો આદેશ અપાયો છે. 20 એપ્રિલે રાતે 12 વાગ્યાથી 14 દિવસ માટે આ દેશોની તમામ પેસેન્જર ફ્લાઇટ્સને હોંગકોંગમાં ઉતરવાથી રોકવામાં આવશે.

હોંગકોંગના પ્રોટોકોલ અનુસાર ત્યાં જવાના વધુમાં વધું 72 કલાક પહેલા તમામ મુસાફરોએ RTPCR ટેસ્ટ કરાવીને નેગેટિવ રિપોર્ટ દર્શાવવો આવશ્યક છે.

આ અગાઉ રવિ વારે હોંગકોંગ સરકારે મુંબઈથી હોંગકોંગ વચ્ચે ચાલનારી વિસ્તારા ફ્લાઈટ્સની તમામ ઉડાણને બે મે સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

(સંકેત)