- અમેરિકામાં ફરી કુદરતી આફતનો કહેર
- હવે ડેલ્ટા વાવાઝોડું ત્રાટક્યું
- 3 રાજ્યોના 7 લાખ ઘરોમાં અંધારપટ છવાયો
વોશિંગ્ટન: અમેરિકામાં વારંવાર કુદરતી આફતો આવતી હોય છે જેમાં ખાસ કરીને વાવાઝોડાં વધુ આવે છે. હવે અમેરિકામાં ડેલ્ટા વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડું ત્રાટકતા ત્રણ રાજ્યોના 7 લાખ ઘરોમાં વીજળી ડુલ થઇ ગઇ હતી અને વરસાદના પાણી ભરાયા હતા. માત્ર 6 સપ્તાહમાં એક પછી એક એમ બે વાવાઝોડાં ત્રાટકતા દક્ષિણ પૂર્ણ લુઝિયાનામાં ભારે તારાજી સર્જાઇ હતી.
અમેરિકાની ખાડીમાં આવેલા લુઝિઆના, ટેક્સસા અને મિસિસીપ્પી રાજ્યોમાં સાત લાખ ઘરોમાં અંધારપટ છવાયું હતું. લુઝિઆનામાં 586600, ટેક્સાસમાં 103598 અને મિસિસીપ્પીમાં 67873 ઘરો વીજ સેવાથી વંચિત રહ્યા હતા.
લુઝિઆનાના પાટનગર બાલ્ટન રોમાં સૌથી વધુ 36000 ગ્રાહકોએ વીજ વિભાગમાં ફરીયાદ કરી હતી.શુક્રવારે રાત્રે વાવાઝોડાની તીવ્રતા કેટેગરી ટૂ થઇ જતાં વરસાદ પડયો હતો. કેટેગરી ચારના કારણે ધ્વસ્ત થઇ ગયેલા રહેઠાણોમાં લોકો પરત જતાં પણ ડરતા હતા. ઓગસ્ટમાં આ વિસ્તારમાં લેન્ડફોલના કારણે 40 જણા માર્યા ગયા હતા.
ડેલ્ટાના કારણે ક્રેઓન નગરના કિનારે વરસાદ પડયો હતો. ત્યાં કલાકના એક સો માઇલની ઝડપે પવન ફુંકાયો હતદો. લેક ચાર્લ્સ તરફ વાવાઝોડું ફંટાયું હતું, પરંતુ ક્યાંથી પણ મૃત્યના કે ઘાયલ થયાના સમાચાર મળ્યા ન હતા.
(સંકેત)