Site icon Revoi.in

તાલિબાન ભૂખે મરશે, IMFએ તાલિબાનને આપ્યો આ મોટો ઝટકો

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે તાલિબાનને ચારેય તરફથી ફટકો પડી રહ્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનને તેના સંસાધનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ અમેરિકાએ 706 અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

તાલિબાનના આતંકીઓ હાલમાં અફઘાનિસ્તાનની પ્રજાને હેરાન કરી રહ્યાં છે. હાલમાં અફઘાનના નાગરિકો ભય અને ડર હેઠળ જીવી રહ્યાં છે. અત્યારે એવી સ્થિતિ છે કે, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ પણ જીવ બચાવીને નાસી છૂટવાનો વારો આવ્યો છે.

જો કે બીજી બાજુ તાલિબાનની હાલત પણ બગડી રહી છે.  અત્યારસુધી વૈશ્વિક સ્તરે અફઘાનિસ્તાનને કેટલીક મદદો મળતી હતી, તે હવે ત્યાં તાલિબાની કબજો થયો હોવાથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. IMFએ તાલિબાનને સૌથી મોટો ઝટકો આપ્યો છે.

IMFના આકરા નિર્ણય બાદ હવે તાલિબાનના કબજા હેઠળનું અફઘાનિસ્તાન હવે IMFના સંસાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. એટલું જ નહીં હવે તેને કોઇ નવી મદદ મળશે નહીં. આઇએમએફએ 46 મિલિયન ડૉલર એટલે કે લગભગ 3416.43 કરોડ રૂપિયાની ઇમરજન્સી રિઝર્વમાં અફઘાનિસ્તાનની પહોંચને બ્લોક કરવાની જાહેરાત કરી છે.

IMF અમેરિકાએ સેન્ટ્રલ બેંક ઑફ અફઘાનિસ્તાનની સંપત્તિ ફ્રીઝ કરી દીધી હતી, જેની કિંમત આશરે 9.5 અબજ ડૉલર અથવા આશરે 706 અબજ રૂપિયા છે. એટલું જ નહીં, અમેરિકાએ અફઘાનિસ્તાનને રોકડનો પુરવઠો પણ બંધ કરી દીધો છે. જેથી દેશના પૈસા તાલિબાનના હાથમાં ના જાય.