Site icon Revoi.in

ઇમરાન ખાન અંતે લિટમસ ટેસ્ટમાં પાસ, 178 વોટ સાથે વિશ્વાસનો મત પ્રાપ્ત કર્યો

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અંતે લિટમસ ટેસ્ટમાં પાસ થઇ ચૂક્યા છે. ઇમરાન ખાને નેશનલ એસેંબલીમાં બહુમત પ્રાપ્ત કર્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે એસેંબલીમાં થયેલી વોટિંગમાં તેમણે આ જીત પ્રાપ્ત કરી લીધી. ઇમરાન ખાનના પક્ષમાં 178 વોટ પડ્યા હતા.

હકીકતમાં, વાત એમ છે કે, પાકિસ્તાનમાં સેનેટ ચૂંટણીમાં નાણા મંત્રી અબ્દુલ હફીઝ શેખની હારના લીધે ઇમરાન ખાનની સરકારને નેશનલ એસેંબલીમાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કરવો પડ્યો. વિદેશ મંત્રી અમિત શાહ મહમૂદ કુરૈશીએ નેશનલ એસેંબલમાં પ્રસ્તાવ રજૂ કર્યો. જ્યારે વોટિંગ થઇ તો ઇમરાન ખાનના પક્ષમાં 178 વોટ પડ્યા હતા.

આ પહેલા વિપક્ષએ વિશ્વાસ મત પ્રસ્તાવ પર મતદાન દરમિયાન સંસદના બહિષ્કારની જાહેરાત કરી હતી. જો કે તેનાથી ઇમરાન ખાને રાહત આપવામાં આવી છે. વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ થતાં પહેલાં ઇમરાન ખાને પોતાના સાંસદોને કહ્યું હતું કે તે પાર્ટી લાઇનને ફોલો કરે. સાથે જ તેમનું કહેવું હતું કે વિશ્વાસ મતને લઇને થનાર વોટિંગમાં જે નિર્ણય આવશે તે તેનું સન્માન કરશે. જો તે તેમાં હારી ગયા તો તે વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે.

(સંકેત)