Site icon Revoi.in

દૂતાવાસ તાત્કાલિક બંધ કરવાનો ભારતે ઇન્કાર કર્યો, કહ્યું – સ્થિતિ પર છે નજર

Social Share

નવી દિલ્હી: સમગ્ર અફઘાનિસ્તાન પર તાલિબાનની પકડ વધુને વધુ મજબૂત થઇ રહી છે. તાલિબાનો અનેક પ્રાંતીય રાજધાનીઓ પર કબજો કરી રહ્યા છે. તાલિબાન દ્વારા કંધાર પર કબજો કરવામાં આવ્યો હતો. તાલિબાને અફઘાનિસ્તાનની 34 પ્રાંતીય રાજધાનીઓમાંથી 11 કબજે કરી લીધી છે.

અફઘાનિસ્તાનમાં સતત કથળી રહેલી સુરક્ષા સ્થિતિ વચ્ચે હવે ભારતે અફઘાનિસ્તાનમાં તેના દૂતાવાસને તત્કાલ બંધ કરી દેવાનો ઇનકાર કર્યો છે. ભારતે આ અંગે કહ્યું હતું કે, આ વ્યાપક યુદ્વવિરામ અને રાજનીતિક સમાધાન સાથે કામ કરવું પડશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાહાકાર વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદંમ બાગચીએ કહ્યું હતું કે, સુરક્ષાની સ્થિતિ એ ચિંતાનો વિષય છે. તે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

કાબુલમાં સ્થિત ભારતીય દૂતાવાસને તાત્કાલિક બંધ કરવાની સંભાવનાને અરિદંમ બાગચીએ નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, અમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ, પરંતુ દૂતાવાસ બંધ કરવાની કોઇ યોજના નથી. ભારત દોહામાં અફઘાનિસ્તાન અંગેની બેઠકમાં ભાગ લેવા જઇ રહ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે અફઘાનિસ્તાનના તમામ પક્ષકારો સાથે સંપર્કમાં છીએ અને આ યુદ્ધગ્રસ્ત દેશમાં જમીનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તે જ સમયે, તેમણે કહ્યું કે અમે શાંતિપૂર્ણ, લોકશાહી અને સમૃદ્ધ ભવિષ્યની આકાંક્ષાઓને સાકાર કરીને તમામ વર્ગોના હિતોનું રક્ષણ કરીને અફઘાનિસ્તાનને ટેકો આપીએ છીએ.

અમે ત્યાં શાંતિ ઇચ્છીએ છીએ જેથી લાંબા ગાળાનો વિકાસ શક્ય બને. બાગચીએ કહ્યું હતું કે, તમામ પક્ષોએ અફઘાનની આગેવાની હેઠળની અફઘાનની માલિકીની અને અફઘાન અંકુશિત સિસ્ટમ બનાવવાની દિશામાં પ્રયત્નરત થવું જોઇએ.

નોંધનીય છે કે, ચિંતિત ભારત સરકારે અફઘાનિસ્તાનમાં બાકી રહેલા ભારતીયો માટે બીજુ સૂચન જારી કર્યું હતું. સરકારે પોતાની એડવાઇઝીમાં તમામ ભારતીયોને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે. કાબુલમાં ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવવાની સૂચના આપવામાં આવી છે.