Site icon Revoi.in

ભારત હવે રશિયામાં યોજાનાર સૈન્ય કવાયતમાં ભાગ નહીં લે, આ છે કારણ

Social Share

 

– ભારત પહેલા કવાયતમાં ભાગ લેવાનું હતું
– જો કે હવે ચીન અને પાકિસ્તાન ભાગ લઈ રહ્યા છે
– આ કારણોસર ભારત હવે ભાગ નહીં લે

વર્તમાન સમયમાં ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે અને આગામી મહિને રશિયામાં યોજાનાર સૈન્ય કવાયતમાં ચીન પણ ભાગ લેવાનું હોવાથી, ભારતે પોતાનો નિર્ણય બદલ્યો છે. ભારત હવે આ સૈન્ય કવાયતમાં ભાગ નહીં લે. એક સપ્તાહ પહેલા ભારતે તેમાં ભાગ લેવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે પાકિસ્તાન અને ચીન પણ ભાગ લેવાનું હોવાથી ભારતે પોતાનો નિર્ણય અંતિમ સમયે પાછો ખેંચ્યો છે.

આગામી મહિને ૧૫થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન રશિયામાં યોજાનાર લશ્કરી કવાયતમાં ભારત ભાગ લેશે તેવું ભારતે રશિયાને જણાવ્યું હતું પરંતુ સૂત્રો અનુસાર ચીન હવે ભાગ લઈ રહ્યું હોવાથી ભારતે પોતાનો નિર્ણય બદલ્યો છે.

આપને જણાવી દઇએ કે આગામી મહિને રશિયામાં યોજાનારી આ કવાયતમાં શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્યો સહિત અંદાજે 20 દેશો ભાગ લઇ રહ્યા છે.

મહત્વનું છે કે SCO ની એક બેઠકમાં ભાગ લેવા માટે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં રશિયા જવાના છે. સંરક્ષણ ક્ષેત્રમાં રશિયા ભારતનું પ્રમુખ ભાગીદાર છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા સાડા ત્રણ મહિનાથી પૂર્વ લદ્દાખમાં આવેલ લાઇન ઓફ એચ્યુઅલ કન્ટ્રોલના વિવિધ વિસ્તારોમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગતિરોધ ચાલી રહ્યો છે.

(સંકેત)